For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજય માલ્યાનું ટ્વીટર એકાઉંટ હેક, હેકરે કર્યો સંપત્તિનો ખુલાસો

વિજય માલ્યાનું ટ્વીટર એકાઉંટ હેક કરવામાં આવ્યુ છે, ઘણી વ્યક્તિગત જાણકારી આપવામાં આવી છે, હેકર્સે કર્યો માલ્યાના ખાતામા રહેલા પૈસાનો ખુલાસો...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

ભારતની બેંકોના મોટા દેવાદાર વિજય માલ્યાનું ટ્વીટર એકાઉંટ હેક કરવામાં આવ્યુ છે. તેનું ટ્વીટર એકાઉંટ હેક કરનાર લીજને માલ્યાના એકાઉંટની ઘણી ગુપ્ત માહિતી લીક કરી છે. માલ્યના એકાઉંટને કોઇ લીજન નામના વ્યક્તિએ હેક કર્યુ છે જેણે દાવો કર્યો છે કે તેની પાસે માલ્યાની ઘણી ગુપ્ત જાણકારી છે.

vijay

ઉલ્લેખનીય બાબત એ છે કે માલ્યાએ 8 કલાક પહેલા એક ટ્વીટ કરીને કહ્યુ હતુ કે મારુ એકાઉંટ હેક કરવામાં આવ્યુ છે અને આગામી ટ્વીટ્સને નજરઅંદાજ કરવામાં આવે. હેકરે માલ્યાનો પાસપોર્ટ, યુકેમાં પર્મેનેંટ વિઝા સહિત તમામ દસ્તાવેજની જાણકારી આપી છે. માલ્યાના ઘણા બેંક ખાતા અને તેમાં જમા પૈસાની માહિતી પણ ટ્વીટ દ્વારા આપવામાં આવી છે. આ તરફ માલ્યાએ ટ્વીટ કરીને લખ્યુ છે કે કોઇ લીજન નામની વ્યક્તિએ તેનુ એકાઉંટ હેક કર્યુ છે અને તે તેને બ્લેકમેલ કરી રહ્યો છે. જો કે હેકરે માલ્યાના દાવાને નકારતા કહ્યુ કે તેણે માલ્યાને બ્લેકમેલ કર્યો નથી.

English summary
Vijay Mallya twitter account hacked his account detailed shared. Hacker claimed to disclose major details of MAllya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X