For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંતે વસાવ્યું કૂંભમાં શહીદોનું ગામ

By Super
|
Google Oneindia Gujarati News

mahakumbh
અલ્હાબાદ, 26 જાન્યુઆરીઃ અલ્હાબાદના કૂંભમાં બદ્રીનાથ ધામથી આવેલા એક સંતે દેશ માટે જાન આપનારા અમર શહીદોની યાદમાં એક આખું ગામ વસાવ્યું છે.

શહીદોના આ ગામમાં 26/11માં મુંબઇ હુમલા અને કારગિલની લંડાઇમાં શહીદ થયેલા જવાનોની તસવીરો લગાવીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.

વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળામાં કૂંભમાં એ જવાનોને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જેમણે કારગિલ યુદ્ધ અને મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલા દરમિયાન દેશની રક્ષા માટે પોતાની શહાદત આપી હતી.

મહાકૂંભમાં સેક્ટર-9માં પહેલીવાર શહીદોમાં પરિજનો માટે અલગથી એક ગામ વસાવવામાં આવ્યું છે, જેથી શહીદોના ગામ આપવામાં આવ્યા છે.

બદ્રીનાથ ધામના સંત બાળક યોગેશ્વર દાસે વસાવેલા શહીદોના ગામને જોવા માટે દેશના ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુંઓ આવી રહ્યાં છે. તેઓ અહીં શહીદોની તસવીરો પર ફૂલ ચઢાવી તેમણે શ્રદ્ધાંજલિ આપે છે અને પોતાનું શીશ ઝુકાવીને તેમને નમન કરે છે.

અહીં 26/11ના મુંબઇ હુમલો અને કારગિલની લડાઇમાં શહીદ થયેલા જવાનો માટે સાથ-સાથ આઝાદીની લડાઇથી લઇને અન્ય મોરચે પણ પોતાની જાન ગુમાવનારાઓને પણ યાદ કરવામાં આવી રહ્યાં છે.

શહીદોના ગામમાં 30 બેરેક બનેલા છે અને સાથે જ ભારતીય સેના તરફથી પણ 16 કેમ્પ પણ લગાવવામાં આવેલા છે. આ શિબિરમાં એક વિશાળ યજ્ઞશાળા પણ બનાવાયેલી છે, જેમાં 100 અગ્નિ કૂંડ બનાવેલા છે, આ અગ્નિકૂંડોમાં શહીદોની આત્માને શાંતિ માટે હવન-પૂજન પણ કરવામાં આવી રહ્યાં છે.

કૂંભ મેળામાં સક્ટર-9માં હરિશચંદ્ર માર્ગ પર બેસેલા શહીદોના આ ગામ કૂંભમાં આવનારા શ્રદ્ધાળુઓને ઘણું જ પસંદ આવી રહ્યું છે. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર શહીદોને આ ગામનું કોઇ ખાસ આયોજન થયું. શ્રદ્ધાળુઓએ આ તક પર નાચ-ગાન કરીને એક યાત્રા પણ નિકળી અને અનોખા અંદાજમાં શહીદોએ પોતાની શ્રદ્ધાંજલિ અર્પી.

English summary
Saints have built a village dedicated to the martyr soldiers who sacrificed their life defending others in different incidents.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X