For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી વિધાનસભા ચૂંટણી લડી શકે છે વિરેન્દ્ર સહેવાગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, (વિવેક શુક્લા): પોતાની ક્રિકેટ કારકિર્દી લગભગ ખતમ થતી જોતાં વિરેન્દ્ર સહેવાગ હવે રાજકારણની પીચ પર ધમાકો કરી શકે છે. તેના માટે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી તેમના માટે આવડત બતાવવાનો સમય હોઇ શકે છે. ચર્ચા થઇ રહી છે કે વિરેન્દ્ર સહેવાગ આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી લડી શકે છે. તેમની સામે સમસ્યા એ છે કે કોંગ્રેસને પસંદ કરે કે ભાજપને. બંને તરફથી તેમને ટિકીટની ઓફર થઇ રહી છે.

virender-sehwag

ચેતન ચૌહાણ અને કીર્તિ આઝાદ
મહત્વપૂર્ણ એ છે કે દિલ્હીના ઘણા ખેલાડીઓ જેમ કે ચેતન ચૌહાણ, કીર્તિ આઝાદ, મનોજ પ્રભાકર પણ ચૂંટણી લડી શકે છે. કીર્તિ આઝાદ તો આજકાલ સાંસદ છે. જાણકારોનું કહેવું છે કે વિરેન્દ્ર સહેવાગને ઉક્ત બંને પક્ષોની ટિકીટ મળી શકે છે. હવે તેમને નક્કી કરવાનું છે કે કઇ તરફ જાય. કહેવામાં આવે છે કે વિરેન્દ્ર સહેવાગ મનથી કોંગ્રેસી છે. તેમની બહેન અંજૂ તો કોંગ્રેસની ટિકીટ પર દિલ્હી નગર નિગમની ચૂંટણી પણ જીતી ચૂકી છે.

પરંતુ અત્યારે કોંગ્રેસનું નસીબ સારું છે. તેના લીધે તે નક્કી કરી શકતા નથી કે તે કયા પક્ષ સાથે જોડાઇ. જો કે કોંગ્રેસના દૌરમાં તેમને મોટો લાભ તો મળી શકે છે. હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા તેમને જમીન આપી ચૂક્યા છે પોતાની સ્કુલ ચલાવવા માટે. હવે ત્યાં એક મોટી સ્કુલ પણ ચાલે છે.

મળી શકે છે જીત
જાણકારોનું કહેવું છે કે જો વિરેન્દ્ર સહેવાગ ચૂંટણી લડે તો તેમને જીત મળી શકે છે. તે હૌજ ખાસથી ચૂંટણી નહી લડે, જ્યાં તે આજકાલ રહે છે. તે ચૂંટણી તો કોઇ ગ્રામીણ સીટ પરથી લડવા ઇચ્છશે. કારણ કે તેમને પણ દિલ્હીની ગ્રામીણ જનતા પોતાના ગણે છે. કહેનારાઓ તો કહી રહ્યાં છે કે વિરેન્દ્ર સહેવાગ પર આમ આદમી પાર્ટીની નજર છે.

એક વાત તો નક્કી છે કે જો તે રાજકારણમાં આવ્યા તો સફળ થઇ શકે છે કારણ કે તેમની છબિ સાફ-સુથરી છે. જો કે વાત સ્પષ્ટ છે કે હવે વિરેન્દ્ર સહેવાગને ટૂંક સમયમાં જ રાજકીય સફરમાં જવા વિશે કોઇ નિર્ણય લેવો પડશે. કારણ એ છે કે બધા પક્ષો પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાના છે.

English summary
Cricketer Virender Sehwag is likely to contest Delhi assembly poll. Both Congress and BJP are wooing him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X