For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video:જેલ જતાં પહેલાં અમ્માની સમાધિ પર આ શું કર્યું શશિકલાએ?

જયલલિતાની સમાધિ પર પુષ્પ અર્પિત કર્યાં બાદ શશિકલાએ જયલલિતાની સમાધિ પર ત્રણ વાર હથેળી ઠોકી પ્રાર્થના કરી અને શપથ લીધી.

By Shachi
|
Google Oneindia Gujarati News

તમિલનાડુ ની સત્તા સંગ્રામને સુપ્રીમ કોર્ટના ચૂકાદાએ નવો વળાંક આપ્યો છે. તમિલનાડુના મુખ્યમંત્રી બનવાનું સપનું જોતા શશિકલા એ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તે તેમને એકાએક જેલના સળિયા ગણવાનો વારો આવશે.

sasikala

જયલલિતાની સમાધિએ પહોંચી આપી શ્રદ્ધાંજલિ

આવકથી વધુ સંપત્તિના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી 4 વર્ષની સજા થયા બાદ એઆઇએડીએમકેના મહાસચિવ શશિકલા બુધવારે કોર્ટ સામે શરણાગતિ સ્વીકારવા બેંગ્લુરૂ જવા માટે રવાના થયા હતા, પરંતુ એ પહેલાં તેમણે પોતાના સખી, મેન્ટર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતા ની સમાધિએ જઇ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ત્રણવાર હથેળી ઠોકી લીધી શપથ

પુષ્પ અર્પિત કર્યા બાદ શશિકલાએ જયલલિતાની સમાધિ પર ત્રણ વાર હથેળી ઠોકી પ્રાર્થના કરી અને શપથ લીધી. તેમણે પ્રણ લીધું હતું કે, તેઓ પૂરી તાકાત અને સન્માન સાથે પાછા ફરી જયલલિતાની સત્તા સંભાળશે.

sasikala

શશિકલાને ચાર વર્ષની કેદની સજા

ઉલ્લેખનીય છે કે, બુધવારે સર્વોચ્ચ અદાલતે ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ(એઆઇએડીએમકે)ના મહાસચિવ શશિકલાને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાની મનાઇ ફરમાવી હતી. અદાલતે મંગળવારના રોજ શશિકલા અને અન્ય બે સભ્યોને આવકથી વધુ સંપત્તિના કેસમાં દોષી જાહેર કરતાં તેમને અદાલતમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલે શશિકલાને ચાર વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે.

શશિકલાને જયલલિતાને શ્રદ્ધાંજલિ અર્પિત કરતો વીડિયો જુઓ અહીં..

English summary
Sasikala thump Amma's memorial thrice, While offering floral tributes the the late leaders memorial, an emotional Sasikala thumped her palm thrice on the memorial with a stern expression.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X