For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્વેત ચાદરથી ઢંકાયા પહાડો, ક્યાંક આનંદ ક્યાંક આક્રંદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 ડિસેમ્બર: જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં બરફ પડવાનું ચાલું છે. ચારેય તરફ સફેદ ચાદરોથી ઢંકાયેલા પહાડોથી નીકળતી ઝડપી હવાઓના કારણે દિલ્હી, બિહાર અને ઉત્તર પ્રદેશ ઠંડીમાં ઠૂઠવાઇ રહ્યા છે.

સૌથી પહેલા વાત કરીએ હિમાચલ પ્રદેશની જ્યાં લાહૌલ, ચંબા અને સ્પિતીમાં 9 લોકોના ગૂમ થયાના સમાચાર છે. સાથે સાથે અત્યાર સુધી પાંચ લોકોના મોત પણ થઇ ચૂક્યા છે. જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર જનારા હાઇવે પર જામ થઇ ગયું છે, ચારેય બાજુ બરફની ચાદર બિછાઇ ગઇ છે. જ્યારે કુલ્લુમાં બરફની અંદર જામેલી બે લાશો મળી આવી છે.

જ્યારે બીજી બાજું બંને રાજ્યોમાં ખૂબ જ સરસ બરફ પડવાને કારણે હોટલ વ્યાપારીઓના ચહેરા ખીલી ઊઠ્યા છે. સહેલાણીઓની અત્રે ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રવાસીઓને અત્રે આવવામાં વધારે મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે તેના માટે બંને રાજ્યોની સરકારોએ માર્ગો પરથી બરફ હટાવવાની ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. આ ઉપરાંત કીલોંગની પાસે એક માર્ગ દૂર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. તેમના મૃતદેહોને હેલિકોપ્ટર દ્વારા લઇ જવામાં આવ્યા છે. શિમલા, ડલહાઉઝી, સરાહન અને સંગલામાં ઉંચાઇવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઇ, જ્યારે નીચલા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

દિલ્હીનો હાલ બેહાલ...
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલું હતું, પરંતુ દિવસ ચડતાની સાથે તેમાં સુધાર જોવા મળ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર ચાર રેલગાડિઓને રદ્દ અને ત્રણ વિમાનોના રૂટ બદલી દેવામાં આવ્યા હતા. ઉત્તર રેલવેના પ્રવક્તા એ એસ નેગીએ જણાવ્યું કે ધુમ્મસના કારણે દિલ્હી જનારી ચાર ટ્રેન રદ કરી દેવામાં આવી અને 52 ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે.

હવામાન વિભાગે આગળ દિવસ સાફ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. સવારે ન્યૂનતમ તાપમાન સામાન્યથી એક ડિગ્રી નીચે 8.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. વાતાવરણમાં ભેજ સવારે 8.30 વાગે 100 ટકા નોંધાયું હતું. દિવસનું મોટાભાગનું તાપમાન સામાન્ય 19 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. શહેરમાં સોમવારે ન્યૂનતમ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી વધારે 12.5 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે અધિકતમ તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી નીચે 18.4 ડિગ્રી નીચે નોંધવામાં આવ્યું હતું.

ભારે હિમવર્ષાના કારણે ક્યાંક આનંદ તો ક્યાંક આક્રંદ જુઓ તસવીરોમાં...

ઉત્તર પ્રદેશની હાલત ખરાબ

ઉત્તર પ્રદેશની હાલત ખરાબ

ઉત્તર પ્રદેશ હવામાન વિભાગના અધિકારીઓ અનુસાર પહાડી રાજ્યોમાં હિમવર્ષા થવાના કારણે મેદાની વિસ્તારોમાં પણ તેની અસર દેખાઇ રહી છે. પૂર્વાંચલ અને બુંદેલખંડના ઘણા વિસ્તારોમાં મંગળવારે સવારે હળવા છાંટા પડ્યા હતા.

ઉત્તર પ્રદેશ અને દિલ્હી

ઉત્તર પ્રદેશ અને દિલ્હી

ઉત્તર પ્રદેશમાં ઘણા સ્થળો પર વાદળ છાયું વાતાવરણ રહેવાના કારણે મંગળવારે ધુમ્મસથી રાહત મળી છે. પૂર્વાંચલ અને પશ્ચિમી ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લાઓમાં ધુમ્મસની અસર જોવા ન્હોતી મળી, પરંતુ ગાજીપુર, વારાણસી, બલિયા સહિત ઘણા જિલ્લાઓમાં મંગળવારે સવારે હળવા છાંટાઓ પડ્યા હતા.

લખનઉ અને દિલ્હી

લખનઉ અને દિલ્હી

લખનઉ ઉપરાંત વારાણસીનું ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી, કાનપુરનું 9.4 ડિગ્રી, ગોરખપુરનું 9 ડિગ્રી સેલ્સિયસ અને અલ્હાબાદનું 10. 2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.

બિહારનો હાલ છે બેહાલ

બિહારનો હાલ છે બેહાલ

બિહારના મોટાભાગના ક્ષેત્રોમાં મંગળવારે હળવા વાદલ છવાયેલા હતા. જે કારણે તકડો નીકળ્યો નથી. મોસમ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર 25 ડિસેમ્બરના રોજ ફરીથી ઠંડી વધવાની સંભાવના છે.

પટણામાં હળવા વાદળ

પટણામાં હળવા વાદળ

પટણા હવામાન વિજ્ઞાન કેન્દ્ર અનુસાર મંગળવારે ભાગલપુરનું ન્યૂનતમ તાપમાન 16.0 ડિગ્રી, ગયા અને પટણાનું 15.0 ડિગ્રી, અને પૂર્ણિયાનું ન્યૂનતમ તાપમાન 11.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.

બિહારથી લઇને રાજસ્થાન સુધી ઠંડી

બિહારથી લઇને રાજસ્થાન સુધી ઠંડી

ભાગલપુરનું સોમવારે ગુરુત્તમ તાપમાન 21.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું જ્યારે ગયાનું 25.3 ડિગ્રી, પટણાનું 24.4 ડિગ્રી અને પૂર્ણિયાનું 25.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છેં. પટણા હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે, તથા તાપમાનમાં ઘટાડો થશે. બુધવારે પણ તાપમાનમાં ઘટાડો થવા અને દિવસનું તાપમાન સામાન્ય કરતા પાંચ ડિગ્રી સેલ્સિયસ ઓછી થઇ જવાની સંભાવના છે.

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશના મોટા ભાગના વિસ્તારમાંથી સોમવારે લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે નોંધવામાં આવ્યું અત્રે રવિવાર ઉપરાંતથી જીમતાપ જારી છે.

કર્મચારી

કર્મચારી

મોસમ વિભાગે જણાવ્યું કે રાજધાની શિમલામાં રાત્રીનું તાપમાન 1.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું અને સોમવારે સવારે તડકો નીકળ્યો હતો. અત્રે 4.8 સેન્ટીમીટર બરફની ચાદર બિછાઇ ગયું છે.

પ્રવાસીઓનો જમાવડો

પ્રવાસીઓનો જમાવડો

ચર્ચિત પ્રર્યટન સ્થળ મનાલીમાં 12 સેન્ટીમીટર હિમવર્ષા થઇ છે અત્રે તાપમાન શૂન્યથી બે ડિગ્રી નીચે પહોંચી ગયું છે. શિમલાની નજીકના પર્યટન સ્થળ કુફરી, ફાગુ અને નારકંડામાં પણ હળવી હિમવર્ષા થઇ છે. અન્ય પર્યટન સ્થળો ડલહૌજીમાં પણ હિમપાત થયો છે.

હવામાનનો હાલ

હવામાનનો હાલ

અધિકારીઓએ જણાવ્યું કે ઉંચાઇવાળા વિસ્તાર લાહોલ અને સ્ફીતિ, ચંબા, મંડી, કુલ્લુ, કિન્નોર અને શિમલા જિલ્લામાં હળવો અને ભારે હિમવર્ષા થયો છે. કિન્નોર જિલ્લાના કલ્પામાં સૌથી વધારે ઠંડી અનુભવાઇ છે, જ્યાં લઘુત્તમ તાપમાન શૂન્યથી 5.4 ડિગ્રી નીચે નોંધવામાં આવ્યું છે. અત્રે ચાર સેન્ટીમીટર હિમવર્ષા થઇ છે.

લાહૌલમાં બરફ

લાહૌલમાં બરફ

લાહૌલ-સ્પીતિ જિલ્લાના કેલાંગમાં તાપમાન શૂન્યથી 4.9 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું. અત્રે સહેલાણીઓ અને પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો ખુબ જ ખુશ છે. હિમાચલ પ્રદેશ પ્રવાસન વિકાસ નિગમના મહાપ્રબંધક યોગેસ બહલે જણાવ્યું કે 'અમે સારી હિમવર્ષા ખાસ કરીને ક્રિસમસના અવસરે સહેલાણીઓના આવવાની આશા સેવી રહ્યા છીએ.'

હિમાચલ જેવા જ કાશ્મીરનો હાલ

હિમાચલ જેવા જ કાશ્મીરનો હાલ

કામશ્મીરના પણ ઘણા વિસ્તારોમાં હિમવર્ષા બાદ સહેલાણીઓની ભીડ ઉમડી પડી છે. તેમજ ટ્રકો પર બરફના થોથા જામી ગયા હતા. અને જામ થઇ ગયા છે.

સહેલાણીઓનું આગમન

સહેલાણીઓનું આગમન

જાણીતા પર્યટન સ્થળ મનાલીમાં 12 સેન્ટીમીટર હિમવર્ષા થયો છે અને અહીં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. શિમલાથી નજીકના સ્થળ કુફરી, ફાગુ, અને નારકંડામાં પણ હળવો હિમપાત થયો હતો. અન્ય પર્યટન સ્થળો ડલહોજીમાં પણ હિમપાલ થયો છે.

English summary
Continuous Snowfall in Himachal Pradesh and Jammu-Kashmir brings cold waves in Delhi, Uttar Pradesh, Bihar and Madhya Pradesh. Temperature dips in all states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X