For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photos: સેલ્ફી, બુફે અને સ્પા, ગુજરાતના ધારાસભ્યોના જલસા જુઓ

તસવીરોમાં જુઓ બેંગલુરુમાં ગુજરાતની આવેલા ધારાસભ્યા કેવી રીતની મહેનગતિ માણી રહ્યા છે. અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણી 8 ઓગસ્ટ છે. ત્યાં સુધી આ લોકો માણશે આવી મજા.

|
Google Oneindia Gujarati News

ગુજરાત કોંગ્રેસના 40 જેટલા ધારાસભ્યો હાલ બેંગલુરુ પાસે આવેલા એક ભવ્ય રિસોર્ટમાં સ્પા, બુફે અને લીલોતરીની મજા માણી રહ્યા છે. આમાંથી કેટલાક આસપાસના મંદિરોની મુલાકાત પણ લઇ ચૂક્યા છે. અને વધુમાં કર્ણાટકના ધારાસભ્યો આવનારા દિવસોમાં તેમને બેંગલુરુમાં ક્યાં ક્યાં ફરાવવા તેનું પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે ટૂંકમાં કહીએ તો તમામ ધારાસભ્યાને વગર કારણે જલસા કરવાનો સારો અવસર મળી ગયો છે. ઉલ્લેખનીય છે કે આમાંથી કેટલાક ધારાસભ્યો તેવા પણ છે જેમના વિસ્તારના લોકો પૂરગ્રસ્ત સ્થિતિમાંથી હજી બેઠા પણ નથી થયા પણ રાજ્યસભાની ચૂંટણી જે 8 ઓગસ્ટના રોજ યોજાવાની છે તે પહેલા તે થોડા સમય માટે અહીં જ રહેવાના છે.

બૂફેની મજા

બૂફેની મજા

ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસી ઉમેદવાર અહેમદ પટેલને જીતવવા માટે આ કવાયત કરવામાં આવી રહી છે. અહેમદ પટેલે રાજ્યસભાની ચૂંટણી માટે નામાંકન ભર્યું તે સાથે જ ગુજરાત કોંગ્રેસના 6 ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. ત્રણ તો ભાજપમાં જોડાઇ પણ ગયા.

હોર્સ ટ્રેડિંગ

હોર્સ ટ્રેડિંગ

જે બાદ આજે કોંગ્રેસ ચૂંટણી પક્ષ પાસે પોતાની ફરિયાદ લઇને પણ ગઇ કે ભાજપ દ્વારા તેમના ધારાસભ્યોને પોલીસની બીક અને 10 કરોડ રૂપિયાની લાલચ આપવામાં આવી રહી છે. અને આજ કારણે ધારાસભ્યોને સેફ સ્થળ એટલે કર્ણાટકના પ્રસિદ્ધ રિસોર્ટમાં લઇ જવામાં આવ્યા છે.

કોનો પૈસે જલસા?

કોનો પૈસે જલસા?

ઉલ્લેખનીય છે કે જે રિસોર્ટમાં આ લોકોને ઉતારવામાં આવ્યા છે ત્યાંના ડિલક્સ રૂમનું એક દિવસનું ભાડુ 5,000 રૂપિયાથી શરૂ થાય છે અને બીજા રૂમો 7000 રૂપિયા સુધીના છે. અને સૂટ લેવા હોય તો 12,000 એક રાતનું ભાડું પરવડે છે. વધુમાં રિસોર્ટમાં ગોલ્ફ કોર્સ, સ્વિમિંગ પુલ, સ્પા જેવી વ્યવસ્થાઓ પણ છે અને કેટલાક ધારાસભ્યોએ તો સેલ્ફી પાડી અપલોડ પણ કરવા લાગ્યા હતા.

અહેમદ પટેલ

અહેમદ પટેલ

આ તમામ નેતાઓને કર્ણાટકના ધારાસભ્યાની હાજરીમાં એટલે કે તેમની નજરો હેઠળ રાખવામાં આવ્યા છે. કર્ણાટકમાં આ તમામ ગુજરાતી ધારાસભ્યાને મેનેજ કરનાર કર્ણાટકના એમપી, ડી.કે સુરેશે વનઇન્ડિયાને જણાવ્યું કે આ તમામ લોકો અમારા મહેમાન છે. આવનારા દિવસોમાં આમાંથી કેટલાક મંદિર ફરવા જવા ઇચ્છે તો અમે પણ તેમના સાઇટસીન માટે પ્લાનિંગ કરી રહ્યા છે. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલ ચોક્કસથી જીતશે!

English summary
More than 40 legislators of the Congress from Gujarat have been herded at a luxurious resort in Bengaluru.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X