For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: સ્ટાર્ટઅપ ફાઉન્ડરની સેલરી અને કેવી રીતે થાય છે શરૂઆત

|
Google Oneindia Gujarati News

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા સ્ટાર્ટએપ ઇન્ડિયા પ્રોજેક્ટની શરૂઆત કરશે. શનિવારે સાંજે લોન્ચ થનારા આ પ્રોજેક્ટનો હેતું દેશમાં હાજર યુવા ઉદ્યમીઓને પ્રોત્સાહિત કરવાનો અને તેમના આઇડિયાને આગળ વધારવા માટે પ્રેરિત કરવાનો છે.

ભારત, અમેરિકા પછી બીજો તેવો દેશ છે જ્યાં સ્ટાર્ટઅપ્સ માટે યુવાનોએ જોશ બતાવ્યો છે. આજે સ્ટાર્ટઅપનો ક્રેઝ તે રીતે વધ્યો છે કે યુગાન્ડા જેવા દેશથી પણ તેજીથી લોકો આ ક્ષેત્રમાં આગળ આવી રહ્યા છે. સ્ટાર્ટઅપનો ઇતિહાસ જોઇએ તો તેમની શરૂઆત તે સમયે થઇ જોવા મળે છે જ્યારે દુનિયા ડોટકોમ કાળમાં પ્રવેશી હતી અને લોકો અમેરિકાની સિલિકોન વેલી જેવી જગ્યાનું નામ પહેલી વાર સમાચાર માધ્યમો દ્વારા જાણ્યું હતું.

80ના દશકના અંત અને 90ના દસકાની શરૂઆતમાં યંગ ઇન્ટરપ્રેન્યોર્સ તેમાં ઉત્સાહ બતાવ્યો અને આજે તેમનું નામ ફેસબુક, ફ્લિપકાર્ટ જેવા જાણીતા ઉદ્યોગપતિ તરીકે બોલાય છે. ત્યારે સ્ટાર્ટઅપ્સ વિષે કેટલાક આવા જ રસપ્રદ તથ્યો જાણો અહીં...

ભારત બીજા નંબરે

ભારત બીજા નંબરે

અમેરિકા દુનિયાનો પહેલો દેશ હતો જ્યાં સૌથી વધુ સ્ટાર્ટઅપ્સ છે. વર્તમાન સમયમાં અમેરિકામાં 4.8 મિલિયન સ્ટાર્ટઅપ્સ છે. તો ભારતમાં હાલ બે મિલિયન સ્ટાર્ટઅપ્સ છે.

20 ટકા સ્ટાર્ટઅપ્સનું અસ્તિત્વ

20 ટકા સ્ટાર્ટઅપ્સનું અસ્તિત્વ

આજે અમેરિકાના કેલિફોર્નિયામાં 100 મિલિયન ડોલર શેયર રાખનારી આઇટી કંપનીઓમાં પડી રહી છે. 90ના દશકમાં માત્ર 35 ટકા જ કંપનીઓ ટકી શકી હતી પણ હવે તે આંકડો 20 ટકા પર પહોંચ્યો છે.

વર્ષ 2013માં વુદ્ધિ

વર્ષ 2013માં વુદ્ધિ

કૌફમૈનના એક રિપોર્ટ મુજબ વર્ષ 2013માં આ ક્ષેત્રમાં યુવા મહિલા ઉદ્યમીઓની સંખ્યામાં મોટી વુદ્ધિ જોવા મળી હતી.

યુકેમાં 50 ટકા ટેક્સની છૂટ

યુકેમાં 50 ટકા ટેક્સની છૂટ

ઇઝરાયલમાં સરકાર લગભગ 450 મિલિયન ડોલરની મદદ તેવી કંપનીઓને મળે છે જે ખેતીના બીજ અને તેના સાથે જોડાયેલા પ્રોડક્ટ બનાવતી હોય. યુકેમાં લગભગ 50 ટકા સુધીની ટેક્સ છૂટ તે કંપનીઓને અપાય છે જે 100,000 પાઉન્ડનું રોકાણ કર્યું હોય. ફિનલેન્ડમાં 145 મિલિયન ડોલર અને સિંગાપુરમાં 45 મિલિયન ડોલરની મદદ અપાય છે.

95 ટકા પાસે ડિગ્રી

95 ટકા પાસે ડિગ્રી

તમે તેવું સાંભળ્યું હશે કે કોલેજ ડ્રોપઆઉટ સ્ટાર્ટઅપ્સમાં સારું કમાય છે પણ હકીકતમાં એક રિપોર્ટ મુજબ લગભગ 95 ટકા એન્ટપ્રેન્યોર્સ પાસે બેચલર કે વધુ ડિગ્રી હોય છે.

70 ટકા ફાઉન્ડર્સ વિવાહિત

70 ટકા ફાઉન્ડર્સ વિવાહિત

તમને જો તેવું લાગતું હોય પરણિત અને બાળકો વાળો લોકો ફાઉન્ડર્સ ઓછા બને છે તો જણાવી દઉં કે 70 ટકા ફાઉન્ડર્સ લગ્ન કરેલા અને 60 ટકા સ્ટાર્ટઅપ્સ કરનારાઓ ઓછામાં ઓછા એક બાળકના પિતા હોય છે.

37 ટકાને મળે છે સફળતા

37 ટકાને મળે છે સફળતા

જો કે સ્ટાર્ટઅપ્સમાં સફળતા કરતા અસફળતાની શક્યતા વધુ છે. આ ક્ષેત્રમાં પાછલા ચાર વર્ષોથી સફળતા ખાલી 37 ટકાને જ મળી છે.

ફાઇનાન્સ અને ઇન્સ્યોરન્સ

ફાઇનાન્સ અને ઇન્સ્યોરન્સ

એક અમેરિકી રિપોર્ટ મુજબ ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ અને રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં જ્યાં લોકોને સફળતા મળી છે ત્યાં જ તેમનો સનસેક્સ રેટ પાછલા ચાર વર્ષોમાં 58 ટકા રહ્યો છે.

ઓછી સેલેરી માટે તૈયાર રહો

ઓછી સેલેરી માટે તૈયાર રહો

જો તમે સ્ટાર્ટઅપ્સ માટે તૈયાર છો તો તમને જણાવી દઉ કે ફાઉન્ડરની વાર્ષિક સેલેરી 50 હજાર ડોલરથી પણ ઓછી હોય છે. જો કે ઇનવેસ્ટર્સને કેટલો ફાયદો થાય છે તે બતાવવા માટે હાલ કોઇ આંકડા અમારી પાસે નથી.

ફિલ્પકાર્ટથી લઇને એપલ સુધી

ફિલ્પકાર્ટથી લઇને એપલ સુધી

દુનિયાના કેટલાક ફેમસ સ્ટાર્ટઅપ્સમાં આજે ફેસબુક, ગૂગલ, ઉબેર, એપલ, વ્હોટ્સઅપ અને ફિલ્પકાર્ટનો સમાવેશ થાય છે.

English summary
PM Narendra Modi will unveil Startup India today, However there are few facts about startsups which you should be aware of.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X