For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમે કોને ચૂંટશો, મફલરમેનને કે પછી બ્લફરમેનને?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 નવેમ્બર: દિલ્હી ફરી એકવાર ચૂંટણીના રંગમાં રંગવા માટે તૈયાર છે, એટલા માટે રાજ્યની ત્રણ મોટી પાર્ટીઓએ કમરકસી લીધી છે પરંતુ હંમેશાની માફક આપ પાર્ટી ફરીથી પોતાના અલગ પ્રકારના ચૂંટણી પ્રચારને લઇને ચર્ચામાં છે. ટ્વિટર અને ફેસબુક પર ખૂબ વધુ એક્ટિવ રહેનાર આપ પાર્ટી દ્વારા આજકાલ એક પોસ્ટર ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ કરવામાં આવી રહ્યો છે જેના પર અંગ્રેજીમાં લખેલું છે 'મફલરમેન-રિટર્ન્સ'.

muflerman

પોસ્ટરમાં એક વ્યક્તિ હાથમાં ઝાડુ લઇને ખુરશી પર બેસેલો છે પરંતુ તેનો ચહેરો દેખાતો નથી. પોસ્ટરની ટેગ લાઇન છે તમે કોને ચૂંટશો, મફલરમેનને કે પછી બ્લફરમેનને?

પોસ્ટરના માધ્યમથી અરવિંદ કેજરીવાલને રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પરંતુ આપ પાર્ટી દ્વારા નિવેદન આવ્યું છે કે આ કામ તેનું નથી પરંતુ હા તેને જરૂર એમ કહ્યું કે તેમની પાર્ટીના કાર્યકર્તાના રૂપમાં હજારો યુવકો જોડાયા છે જે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ખૂબ સક્રિય રહે છે, એટલા માટે બની શકે કે આ કામ તેમાંથી કોઇનું હોઇ શકે.

પોસ્ટરના માધ્યમથી આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની સ્વચ્છ અને સ્વસ્થ છબિ રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અરવિંદ કેજરીવાલ પોતાની દરેક ચૂંટણી સભામાં મફલર પહેરેલા અને ખાંસી ખાતા જોવા મળ્યા છે જેના પર વિરોધીઓએ ખૂબ કોંમેટ પણ કરી હતી. આ પોસ્ટરના માધ્યમથી લોકો મજાકનો ભાગ બનેલા મફલરને શક્તિના રૂપમાં રજૂ કરી રહ્યાં હોય.

English summary
AAP chief Arvind Kejriwal announced the first list of candidates recently, his party cashing on his 'muffler' image, began the election campaign (an informal one) stating 'Mufflerman is back.'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X