For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નક્સલ હુમલા પછી CRPFના વડાની નિમણૂક છે ખૂબ જ જરૂરી

હજી સુધી સરકારને નથી મળ્યા સીઆરપીએફના વડા. વિગતવાર જાણો આ અંગે...

|
Google Oneindia Gujarati News

લાંબા સમયથી કેન્દ્ર સરકાર તેના તરફથી નવા કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ ચીફ વડાની જાહેરાત કરવા મામલે ગલ્લા તલ્લા કરે છે. લાંબા સમયથી આ પદ ખાલી પડ્યું છે અને સરકાર છે કે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. વળી સીઆરપીએફ ના જવાનો પર હાલમાં જ થયેલા નક્સલ હુમલા પછી આ ભૂમિકાનું હોવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. છેલ્લા બે મહિનાથી વધુ સમયથી આ પદ ખાલી પડ્યું છે.

crpf

ગૃહ પ્રધાન આ વાતને તેમ કહીને ટાણે છે કે ટૂંક સમયમાં તે નવા ડાયરેક્ટર જનરલની નિમણૂક કરશે. પણ સીઆરપીએફના અધિકારીઓનું કહેવું છે હજી સુધી આ અંગે કોઇ પણ અધિકૃત શરૂઆત કરવામાં નથી આવી. વડાની ગેરહાજરીમાં સીઆરપીએફના જવાના બે મોટા હુમલાનો ભોગ બન્યા છે અને 40 જવાનો આ બે હુમલામાં શહીદ થયા છે.

Read also: શું નોટબંધીના કારણે નક્સલવાદને કંઇ અસર થઇ છે? લાગતું નથી!Read also: શું નોટબંધીના કારણે નક્સલવાદને કંઇ અસર થઇ છે? લાગતું નથી!

સીઆરપીએફના વડા તરીકે કે. દુર્ગા પ્રસાદના ગયા પછી ગૃહ મંત્રાલય દ્વારા સુદીપ લાખતકી હાલ નવા વડાનું નામ જાહેર ન થાય ત્યાં સુધી આ કારભાર સંભાળી રહ્યા છે. સરકાર આ પદ માટે કોઇ યોગ્ય ઉમેદવારની શોધમાં છે. પણ આ તમામની વચ્ચે સીઆરપીએફ માટે વડાની પોસ્ટ ખાલી હોવી નુક્શાનકારક સાબિત થઇ રહી છે. કારણકે રોજિંદુ કામ તો કામ ચલાઉ રીતે ભલે ચાલી રહ્યું પણ નિર્ણાયક નિર્ણયો અને નીતિ આ પદની નિમણૂક ન થવાના કારણે અટકીને ઊભી છે.

English summary
There is no word from the government on the appointment of a new CRPF chief.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X