For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી શા માટે 26 તારીખને મહત્વ આપે છે?

|
Google Oneindia Gujarati News

ભારતના નવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2014માં શાનદાર જીત મેળવીને માત્ર ભારત નહીં પણ સમગ્ર દુનિયાના લોકોને પોતાની નોંધ લેવડાવવા માટે મજબૂર કર્યા છે. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં 30 વર્ષ પછી કોઇ પાર્ટીએ પૂર્ણ બહુમત મેળવ્યાનો રેકોર્ડ બનાવ્યો છે. ભાજપે એકલા હાથે 282 બેઠકો પર જીત હાસલ કરી છે. જ્યારે એનડીએને 334 બેઠકો મેળવવામાં સફળતા મળી છે.

લોકસભા ચૂંટણી 2014નું પરિણામ 16 મેના રોજ જાહેર કરવામાં આવ્યું. ત્યારે અહેવાલો વહેતા થયા હતા કે નરેન્દ્ર મોદી 21 મે, 2014ના રોજ શપથ ગ્રહણ કરશે. પરંતુ પછીથી જાહેરાત કરવામાં આવી કે નરેન્દ્ર મોદી 26 મેના રોજ શપથ ગ્રહણ કરશે. ત્યાર બાદ જે ભવ્ય રીતે નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા તે સૌ કોઇ માટે યાદગાર બની રહ્યું છે.

ત્યાર બાદ એવા સમાચાર આવ્યા છે કે નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર, 2014માં અમેરિકા જવા સહમત છે અને તેઓ વૉશિંગ્ટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત યોજીને વિવિધ મુદ્દે ચર્ચા કરશે. આ બેઠકની તારીખ હજી સુધી નક્કી થઇ નથી. પણ પ્રાપ્ત માહિતી અનુસાર નરેન્દ્ર મોદીએ આ માટે 26 સપ્ટેમ્બર, 2014ની તારીખ સૂચવી છે.

આ ઉપરથી એક પ્રશ્ન એ ઉભો થાય છે કે નરેન્દ્ર મોદીની સાથે તારીખ 26નો આંક શા માટે જોડાઇ ગયો છે? નરેન્દ્ર મોદી પોતાના જીવનની મહત્વની બાબતો 26 તારીખે કરવાનું પસંદ કરે છે. આ પાછળના મુખ્ય કારણો શું છે તે જાણીએ...

26 તારીખ અને નરેન્દ્ર મોદી

26 તારીખ અને નરેન્દ્ર મોદી

26 ડિસેમ્બર, 2012 - ગુજરાતમાં ચોથીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
26 મે, 2014 - ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા
26 સપ્ટેમ્બર, 2014 - અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે બેઠકની સંભવિત તારીખ

શા માટે 26 તારીખને મહત્વ

શા માટે 26 તારીખને મહત્વ

શા માટે 26 તારીખને મહત્વ
નરેન્દ્ર મોદી 26 તારીખને મહત્વ આપતા થયા છે. આ પાછળનું એક કારણ એ છે કે નરેન્દ્ર મોદીનો જન્મ 17 તારીખના રોજ થયો છે. જે મુજબ 1+7=8 આવે છે. એવી જ રીતે 2+6=8 થાય છે. જે તેમના માટે ફાયદાકારક છે.

મૂળાંક 8ને મહત્વ

મૂળાંક 8ને મહત્વ

નરેન્દ્ર મોદીના જન્મનો મૂળાંક 8 છે. જે તેમના માટે લાભદાયી છે. 26 તારીખે કરેલા કાર્યોમાં તેમને ભારે સફળતા મળી છે. આ કારણે તેમણે 26 તારીખે મહત્વના કામ કરવાનો આગ્રહ રાખ્યો છે.

8 નંબર એટલે શનિ પ્રધાન

8 નંબર એટલે શનિ પ્રધાન

8 મૂળાંકનો અધિપતિ ગ્રહ શનિ છે. જેના કારણે જાતકને વહીવટ, સંચાલન, સરકારી કાર્યમાં સફળતા મળે છે. નરેન્દ્ર મોદી આ કારણે કુશળ વહીવટકર્તા છે.

8 નંબર માટે પશ્ચિમ દિશા શ્રેષ્ઠ

8 નંબર માટે પશ્ચિમ દિશા શ્રેષ્ઠ

8 મૂળાંકના જાતક માટે પશ્ચિમ દિશા શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ કારણે ભારતના પશ્ચિમમાં આવેલા રાજ્ય ગુજરાતમાં તેમને સારી સફળતા મળી ચૂકી છે.

કળામાં રસ

કળામાં રસ

8 મૂળાંકવાળા જાતકને માટે સલાહ આપવામાં આવે છે કે તેમણે એકલામાં યોજનાઓ બનાવવી. નરેન્દ્ર મોદી પણ મોટા ભાગે એકલા જ નિર્ણય લેતા હોય છે. આ ઉપરાંત તેમને કલામાં રસ હોય છે. નરેન્દ્ર મોદી પણ ફોટોગ્રાફી અને લેખનમાં રસ ધરાવે છે.

26 તારીખ અને નરેન્દ્ર મોદી
26 ડિસેમ્બર, 2012 - ગુજરાતમાં ચોથીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
26 મે, 2014 - ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા
26 સપ્ટેમ્બર, 2014 - અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે બેઠકની સંભવિત તારીખ

શા માટે 26 તારીખને મહત્વ
નરેન્દ્ર મોદી 26 તારીખને મહત્વ આપતા થયા છે. આ પાછળનું એક કારણ એ છે કે નરેન્દ્ર મોદીનો જન્મ 17 તારીખના રોજ થયો છે. જે મુજબ 1+7=8 આવે છે. એવી જ રીતે 2+6=8 થાય છે. નરેન્દ્ર મોદીના જન્મનો મૂળાંક 8 છે. જે તેમના માટે લાભદાયી છે. 26 તારીખે કરેલા કાર્યોમાં તેમને ભારે સફળતા મળી છે. આ કારણે તેમણે 26 તારીખે મહત્વના કામ કરવાનો આગ્રહ રાખ્યો છે.

8 નંબર એટલે શનિ પ્રધાન
8 મૂળાંકનો અધિપતિ ગ્રહ શનિ છે. જેના કારણે જાતકને વહીવટ, સંચાલન, સરકારી કાર્યમાં સફળતા મળે છે. નરેન્દ્ર મોદી આ કારણે કુશળ વહીવટકર્તા છે.

8 નંબર માટે પશ્ચિમ દિશા શ્રેષ્ઠ
8 મૂળાંકના જાતક માટે પશ્ચિમ દિશા શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ કારણે ભારતના પશ્ચિમમાં આવેલા રાજ્ય ગુજરાતમાં તેમને સારી સફળતા મળી ચૂકી છે.

કળામાં રસ
8 મૂળાંકવાળા જાતકને માટે સલાહ આપવામાં આવે છે કે તેમણે એકલામાં યોજનાઓ બનાવવી. નરેન્દ્ર મોદી પણ મોટા ભાગે એકલા જ નિર્ણય લેતા હોય છે. આ ઉપરાંત તેમને કલામાં રસ હોય છે. નરેન્દ્ર મોદી પણ ફોટોગ્રાફી અને લેખનમાં રસ ધરાવે છે.

English summary
Why Narendra Modi give importance to date 26?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X