For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિંગ કમાંડર પૂજા ઠાકુર થકી ઓબામાએ જોયું એક નવું ભારત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 જાન્યુઆરી: રવિવારે જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું તો ઓબામાની સાથે આખા દેશે જે કઇપણ જોયું તે ખૂબ જ ગૌરવશાળી પળ હતી.

ઇન્ડિયન એરફોર્સ ઓફિસર વિંગ કમાંડર પૂજા ઠાકુરે ઓબામાને આપવામાં આવેલ ગાર્ડ ઓફ ઓનરને લીડ કર્યું. આ ઉપરાંત આર્મી, એરફોર્સ અને નેવીની પણ લેડી ઓફીસર્સ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર હતી.

pooja
આ ખૂબ જ દેશ માટે ગર્વની પળ છે કારણ કે આ ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઇ લેડી ઓફિસર તરફથી કોઇ દેશના રાષ્ટ્રાધ્યક્ષને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હોય.

રાષ્ટ્રપતિ ભવન ઉપરાંત ઓબામા સોમવારે ગણતંત્ર દિવસની પરેડના અવસરે પણ ભારતની એ મહિલા શક્તિથી રૂબરૂ થશે, જે ભારતીય સેનાનો એક અભિન્ન અંગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર ગણતંત્ર દિવસની પરેડમાં લેડી ઓફિસર્સને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે.

હમણા થોડા દિવસ પહેલા જ સમાચાર આવ્યા હતા કે ઇન્ડિયન નેવી વોરશિપ્સ પર લેડી ઓફિસર્સને ડેપ્લોય કરવાની વાત પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. બની શકે છે કે થોડા કેટલાંક દિવસોમાં તેનાથી જોડાયેલ કોઇ મોટી જાહેરાત સરકાર અને નેવી તરફથી થઇ શકે છે.

English summary
Wing Commander Pooja Thakur of IAF leads the Guard of Honour for US President Obama.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X