For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુકીયા પ્રેમ બાદ લગ્નની ના પાડતા,બાલ્કનીથી કર્યો ઘા

By Desk
|
Google Oneindia Gujarati News

દેશની રાજધાની હવે દેહશતની રાજધાની બનતી જઈ રહી છે. જી હા, દિલ્હીમાં પાગલ આશીકે 48 સેકંડમાં છરીના ૨૨ ઘા ઝીંકીને પૂર્વ પ્રેમિકાની કરેલી હત્યાનાં સમાચારોની શાહી હજી સુકાઈ નથી ત્યાં બીજી એવી જ ઘટના સામે આવી છે. ક્રાઈમ કેપિટલ દિલ્હીમાં એક પાગલ આશિકે લગ્નની ના પાડતા યુવતીને તેના જ ઘરની બાલ્કનીથી નીચે ફેંકી દીધી. બંને વચ્ચે સોશલ નેટવર્ક ફેસબુકથી મૈત્રી થઇ હતી.

Video: 21 વર્ષની યુવતી પર 27 વખત ચપ્પુથી કર્યો હુમલોVideo: 21 વર્ષની યુવતી પર 27 વખત ચપ્પુથી કર્યો હુમલો

Woman pushed off balcony for refusing marriage proposal

પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના મંગોલપૂરીની છે અને આરોપીનું નામ આમિત જાણવા મળ્યું છે. પીડિત યુવતીનાં પરિજનોનાં જણાવ્યા અનુસાર આરોપી પોતાની બહેન સાથે તેમના ઘરમાં ઘુસી ગયો અને યુવતી સાથે લગ્ન કરવાની જીદ કરવા લાગ્યો.

જ્યારે યુવતી એ લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો તો આરોપી એ અવંતિકા એન્કલેવ સ્થિત તેમના જ ઘરની બાલ્કનીથી યુવતીને નીચે ફેંકી દીધી. પરિવારજનોએ તાત્કાલિક યુવતીને હોસ્પિટલમાં દાખલ કરી, જ્યાં તેની હાલત ગંભીર જણાવાઈ રહી છે. દરમિયાન પડોશીઓએ આરોપીને પકડીને પોલીસ હવાલે કર્યો હતો.

પોલીસનું કેહવું છે કે 28 વર્ષીય અમિતે યુવતી પર એક લાખ રૂપિયા ઉધાર લેવાનો આરોપ લગાવ્યો છે. તેનું કેહવું છે કે હવે તે પૈસા પાછા નહતી આપી રહી. અમિતે જણાવ્યું છે કે યુવતી સાથે તેની દોસ્તી બે વર્ષ પેહલા ફેસબુક પર થઇ હતી. થોડોક સમય વાતચીત બાદ બંને રિલેશનશીપમાં હતા. બંને લગ્ન કરવા ઈચ્છી રહ્યા હતા પરંતુ છોકરીનાં ઘરવાળાઓને જયારે જાણ થઇ કે તે બેરોજગાર છે તો લગ્નથી ઇનકાર કરી દીધો. જો કે અમિત સતત યુવતી અને તેના પરિવાર પર લગ્નનું દબાણ કરતો હતો.

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીંભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીનું કેહવું છે કે તે પોતાના પૈસા માંગવા છોકરીનાં ઘેર ગયો હતો. તેનું કેહવું છે કે યુવતી તેને ફંસાવવા માટે જાણી-જોઈને બાલ્કનીથી નીચે કુદી છે. જોકે યુવતીનાં પરિજનોની ફરિયાદને આધારે અમિત વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.

English summary
Woman pushed off balcony for refusing marriage proposal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X