સૌથી ખુશહાલ દેશની યાદીમાં પાકિસ્તાને ભારતને પાછળ છોડ્યું

Subscribe to Oneindia News

સોમવારે જાહેર કરવામાં આવેલી ગ્લોબલ રિપોર્ટમાં સૌથી ખુશહાલ દેશની યાદીમાં ભારત 122મા ક્રમે છે. વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2017 અનુસાર ભારત દેશનો 122મો સૌથી ખુશહાલ દેશ છે. આ બાબતે ભારત પાકિસ્તાન અને નેપાળ કરતાં પણ પાછળ છે, જે આ યાદીમાં અનુક્રમે 80 અને 99 ક્રમાંકે છે. આ યાદીના ટોપ 10 નામોમાં યુએસનો પણ સમાવેશ કરવામાં નથી આવ્યો, યુએસ 14મા ક્રમાંકે છે.

india map

ભારત દેશ ગત વર્ષે આ યાદીમાં 118મા ક્રમાંકે હતો, જેમાંથી તે 4 ક્રમ નીચે આવ્યો છે; જ્યારે પાકિસ્તાન 12 ક્રમ આગળ વધ્યું છે.

આ યાદીમાં નોર્વે પ્રથમ નંબરે છે, ત્યાર બાદ ડેન્માર્ક અને આયલેન્ડનો ક્રમ આવે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સુખ કે ખુશીને પૈસા કે આર્થિક પરિસ્થિતિ સાથે કોઇ લેવા-દેવા નથી. સૌથી સમૃદ્ધ દેશોમાં પણ માનસિક અને શારીરિક સ્વસ્થતા તથા વ્યક્તિગત સંબંધોને કારણે સુખમાં ઘટાડો થતો જોવા મળે છે. આ માપદંડોને આધારે જ દુનિયાભરના દેશોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.આ રિપોર્ટમાં દુઃખનું સૌથી મોટું કારણ માનસિક અસ્વસ્થતા હોવાનું જણાવાયું છે.

સૌથી ખુશહાલ દેશો

 • નોર્વે
 • ડેન્માર્ક
 • આઇસલેન્ડ
 • સ્વિટઝર્લેન્ડ
 • ફિનલેન્ડ
 • નેધરલેન્ડ
 • કેનેડા
 • ન્યૂઝીલેન્ડ
 • ઓસ્ટ્રેલિયા
 • સ્વીડન

સૌથી ઉદાસ દેશો

 • યેમેન
 • દક્ષિણ સુડાન
 • લાઇબેરીયા
 • ગિની
 • ટોગો
 • રવાન્ડા
 • સીરિયા
 • તાંઝાનિયા
 • બરુન્ડી
 • સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક
English summary
The World Happiness Report 2017 ranks India at 122 in the list. Pakistan at 80.
Please Wait while comments are loading...