For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને PM તરીકે જોવા માગે છે કર્નાટકના પૂર્વ CM!

|
Google Oneindia Gujarati News

yeddyurappa
બેંગલુરુ, 11 જુલાઇ : કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ જણાવ્યું કે તે બીજેપીના નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રીના રૂપમાં જોવા માંગે છે. જોકે કર્ણાટક જનતા પાર્ટી બનાવીને બીજેપીની નાવડી ડૂબાડનાર યેદીયુરપ્પાએ બીજેપીમાં પરત ફરવાની અટકળોને રદીયો આપી દીધો છે. યેદિયુરપ્પાએ જણાવ્યું કે મીડિયામાં એ પ્રકારની વાતો ચાલી રહી છે કે હું ભાજપમાં પાછો ફરી રહ્યો છું પરંતુ એ વાત સાચી નથી.

શું પાર્ટી મોદીના નામ પર બીજેપીને બહારથી સપોર્ટ કરી શકે છે, આ સવાલ પર યેદિયુરપ્પાએ જવાબ આપતા જણાવ્યું કે હજી આ અંગે કંઇ નક્કી નથી કર્યું. જોકે પોતાના નરમ વલણનો સંકેત આપતા તેમણે એવું પણ જણાવ્યું કે આવનારા સમયમાં કોંગ્રેસની સાથે કોઇ પણ પ્રકારના ગઠબંધનનો અવકાશ નથી.

મોદીના નામ પર બીજેપીને સપોર્ટ કરવાના સવાલ પર યેદિયુરપ્પાએ જણાવ્યું કે કેજીપીની કોર કમિટિમાં ચર્ચા કરાયા બાદ જ આ અંગે કોઇ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે યેદિયુરપ્પાના નેતૃત્વમાં જ બીજેપીએ 2008માં પહેલીવાર કોઇ દક્ષિણી રાજ્યમાં સરકાર બનાવી હતી. પરંતુ થોડાક જ વર્ષોમાં યેદિયુરપ્પાના વિરોધી અનંત કુમાર દિલ્હી લોબીના દમ પર હાવી થઇ ગયા.

માઇનિંગ માફિયાને સંરક્ષણના યેદિયૂરપ્પા પર આરોપ લાગ્યા અને પાર્ટીએ તેમની પાસેથી રાજીનામું લઇ લીધું. પછી અન્ય બે સીએમ બન્યા, પરંતુ બીજેપીનો જનાધાર ઓછો થતો રહ્યો. યેદિયુરપ્પા પણ પાર્ટી છોડીને ચાલ્યા ગયા. તેમને બીજેપીમાં ટીમ અડવાણીનો સખત વિરોધી અને મોદીના ભારે સમર્થક માનવામાં આવે છે.

English summary
Former CM of Karnataka Yeddyurappa wants to see Narendra Modi as Prime Minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X