For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીર-ઝારખંડ ચૂંટણી માટે ભારતીય વાયુદળને સલામ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા), હવે જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢ વિધાનસભાઓના પરિણામો આવવાના છે, પરિણામો આવ્યા બાદ સરકારના ગઠનને લઇને હિલચાલ શરૂ થઇ જશે. પરંતુ ખૂબ જ ઓછા લોકોને માલૂમ છે કે આ બંને પ્રદેશોમાં શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવામાં ભારતીય વાયુદળે ખૂજ મોટું યોગદાન આપ્યું છે. માલૂમ પડ્યું છે કે ચૂંટણી પંચના મતદાન અધિકારીઓ, સુરક્ષા કર્મચારીઓ અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને સુદૂર ક્ષેત્રોમાં લઇ જવા અને લાવવા માટે વાયુદળના હેલિકોપ્ટરોએ 25થી વધારે હેલિપેડોથી ઊડાનો ભરી.

જાણકારી અનુસાર, પશ્ચિમ વાયુ કમાને 25 નવેમ્બરથી જમ્મુ-કાશ્મીર ચૂંટણીમાં સહાયતા કરવા માટે હેલિકોપ્ટર બેડાનો ઉપયોગ કર્યો, જેણે 160 કલાકોથી પણ વધારે સમયમાં લગભગ 300 નાની ઊડાનો ભરી.

election
દુર્ગમ ક્ષેત્રોમાં પહોંચ્યું વાયુદળ
ભારતીય વાયુદળ કાશ્મીરના અતિ છેવાડાના વિસ્તારોમાં ઇવીએમ, ચૂંટણી અધિકારીઓ અને સુરક્ષા જવાનોને સમયસર પહોંચાડ્યા. આના માટે ઘણા બધા હેલિકોપ્ટરનો ઉપયોગ થયો. હેલિકોપ્ટરોનો ઉપયોગ ચૂંટણીના સંચાલન દરમિયાન ઇનશાન, નવાપંછી અને સોનદાર, કારગિલ જેવા દૂર દૂર સ્થાનો અને ખાસ કરીને લદ્દાખ શ્રેણીઓ જેવી ઊંચી અને દૂરના સ્થાનો પર કર્મચારીઓને ઉપકરણો સાથે લઇજવામાં કરાયો.

ચીતા હેલિકોપ્ટરોનો ઉપયોગ
આ કાર્ય માટે આઇએએફ એમઆઇ 17વી5, એએલએચ અને ચીતા હેલિકોપ્ટરોનો ઉપયોગ કરવામાં આવ્યો. જે વાયુદળ કર્મચારીઓએ આ ઉડાનોનું સંચાલન કર્યું, તેમને આ દાયિત્વએ તેમની ઊડાન કૌશલ્યને પ્રખર બનાવવાની તક પૂરી પાડી.

રક્ષા મામલાના જાણકાર અરૂણ કુમારે જણાવ્યું કે સામાન્ય રીતે વાયુદળની આવા પ્રકારની શાનદાર કામગીરી અંગે દેશને માલૂમ જ નથી પડતું. એ સારી બાબત છે કે હવે માહિતી ક્રાંતિના યુગમાં લોકો વાયુદળના આ પક્ષને પણ જાણી રહ્યા છે.

English summary
Yeoman service of Indian Air force in holding elections in two states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X