For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યોગી આદિત્યનાથે ગેસનો ઇલાજ કરતું આસન કરવું જોઇએ: ટ્વિંકલ

ટ્વિંકલ ખન્નાએ કહ્યું કે, મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ એક આસન કરવું જોઇએ, જેનાથી તેમના પેટનો ગેસ રિલિઝ થાય.

By Shachi
|
Google Oneindia Gujarati News

પોતાના બેફિકર અને બોલ્ડ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી બોલિવૂડ અભિનેત્રી ટ્વિંકલ ખન્ના એ ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અંગે ખૂબ વિચિત્ર નિવેદન કર્યું છે. આ કારણે ટ્વીટર પર તેમને અનેક આલોચનાઓનો સામનો કરવો પડ્યો છે.

ટ્વિંકલ ખન્ના પોતાના લેખમાં અનેકવાર તાજેતરની ઘટનાઓ અંગે વ્યંગાત્મક ટિપ્પણીઓ કરતી રહે છે, જેને કારણે તેને ઘણીવાર આલોચનાનો સામનો કરવો પડ્યો છે. પરંતુ આ કારણે તે કોઇ મુદ્દે પોતાનો મંતવ્ય આપવાનું ચૂક્યા નથી. જો કે, આ વખતે ટ્વિંકલે લેખમાં નહીં, પરંતુ એક કાર્યક્રમમાં યોગી આદિત્યનાથ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.

પેટનો ગેસ રિલિઝ થાય એવું આસન

પેટનો ગેસ રિલિઝ થાય એવું આસન

આજ તક ન્યૂઝ ચેનલના એક કાર્યક્રમમાં ટ્વિંકલે કહ્યું હતું કે, મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ એક આસન કરવું જોઇએ. જેનાથી તેમના પેટનો ગેસ રિલિઝ થાય, જો આમ થાય તો એ સિસ્ટમ માટે ખૂબ સારું રહેશે. ઉલ્લેખનીય છે કે, યોગી આદિત્યનાથે મહિલાઓ અંગે કરેલા વિવાદિત નિવેદનોના સંદર્ભમાં ટ્વિંકલ ખન્નાએ આ ટિપ્પણી કરી છે.

ઓરેન્જ ઇઝ ધ ન્યૂ બ્રાઉન

ઓરેન્જ ઇઝ ધ ન્યૂ બ્રાઉન

ફિલ્મી દુનિયાના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના અને લોકપ્રિય અભિનેત્રી ડિમ્પલ કાપડિયાની દિકરી ટ્વિંકલ ખન્ના આટલેથી ન અટકતાં તેણે આગળ કહ્યું કે, યોગીએ ફેશન બદલી છે. મેં એશિયન પેઇન્ટને ટ્વીટ પણ કર્યું હતું કે, તેમણે નવો રંગ લોન્ચ કરવાની જરૂર છે, જેની ટેગલાઇન હશે - ઓરેન્જ ઇઝ ધ ન્યૂ બ્રાઉન.

શિરીષ કુંદરે પણ કરી હતી ટિપ્પણી

શિરીષ કુંદરે પણ કરી હતી ટિપ્પણી

આ પહેલાં ફિલ્મમેકર શિરીષ કુંદરે પણ યોગી આદિત્યનાથ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. જેને કારણે શિરીષ કુંદર વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમણે સીએમ યોગી અંગે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, જો કોઇ ગુંડો મુખ્યમંત્રી બની શકે તો દાઉદને સીબીઆઇના ડારેક્ટર અને વિજય માલ્યાને આરબીઆઇના ગવર્નર બનાવવા જોઇએ. આ સિવાય પણ તેમણે ઘણા ટ્વીટ કર્યા હતા. જો કે, આફઆઇઆર નોંધાયા બાદ શિરીષે ટ્વીટ ડિલીટ કરી માફી પણ માંગી હતી.

જાતિય સતામણી પર બ્લોગ

જાતિય સતામણી પર બ્લોગ

થોડા દિવસ પહેલાં જ ટ્વિંકલે જાતિય સતામણી પર બ્લોગ લખ્યો હતો, જેમાં તેણે ટીવીએફના ફાઉન્ડર અરુણાભ પર તીખી ટિપ્પણી કરી હતી. જેને કારણે આ સંપૂર્ણ કેસ ફરી ચર્ચામાં આવ્યો હતો. ટ્વિંકલે લખ્યું હતું કે, કામકાજના સ્થળે સ્ત્રીઓ માટે 'સેક્સી' શબ્દનો પ્રયોગ તો જ કરાય, જો તે યુવતી સ્ટ્રિપર હોય અને તમે તેના દલાલ હોવ.

અહીં વાંચો

અહીં વાંચો

ઓફિસમાં મહિલાને 'સેક્સી' કેમ ન કહેવાય? એ ટ્વિંકલે સમજાવ્યુંઓફિસમાં મહિલાને 'સેક્સી' કેમ ન કહેવાય? એ ટ્વિંકલે સમજાવ્યું

English summary
Twinkle Khanna made a rather funny remark on how Uttar Pradesh chief minister Yogi Adityanath ought to do a yoga asana which eases releasing gas, when questioned about the issue of ‘women’s protection.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X