For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આત્મહત્યાનો પ્રયાસ કરનાર ઇંદ્રાણી ત્રણ દિવસ હોસ્પિટલમાં રહેશે

|
Google Oneindia Gujarati News

શીના બોરા હત્યાકાંડની મુખ્ય આરોપી ઇંદ્રાણી મુખર્જીએ જેલમાં આત્મહત્યા કરવાની કોશિષ કરી. તેણે વધુ માત્રામાં એક સાથે દવાઓની ગોળીઓ ખાઇને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. જે બાદ તેને મુંબઇની જે જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી ત્યારે તે ભાનમાં નહતી અને તેની હાલત ખૂબ જ ગંભીર હતી. પણ હોસ્પિટલમાં ગયા બાદ આજે ડોક્ટર અને પોલિસે જે નિવેદન આપ્યું છે. તે મુજબ હાલ તે ખતરાની બહાર છે.

ત્યારે મીડિયામાં તો હાલ એ જ ચર્ચા ચર્ચાઇ રહી છે કે ઇંદ્રાણી મુખર્જીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કેમ કર્યો. ડોક્ટરોનું કહેવું છે કે તે ડિપ્રેશનમાં છે. જો કે કેટલાક લોકો આ આત્મહત્યાને કેસ નબળો પાડવાની ઇંદ્રાણીની ચાલ પણ કહે છે.

જો કે કારણ જે પણ હોય પણ હાલ તો ઇંદ્રાણીની સ્થિતિ નાજુક છે અને તેને ત્રણ દિવસ વધુ હોસ્પિટલમાં રહેવું પડશે. વધુમાં તેને હાલ શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ રહી છે. ત્યારે કેવી રીતે ઇન્દ્રાણી પાસે આટલી બધી દવાની ગોળીઓ આવી અને કેવી રીતે આ આખો ધટનાક્રમ બન્યો તેનો વિસ્તૃત અહેવાલ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ક્યાંથી આવી આત્મહત્યા માટે દવા?

ક્યાંથી આવી આત્મહત્યા માટે દવા?

જે જે હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે ઇંદ્રાણી ગત સપ્ટેમ્બર 11થી વાઇ ન આવવાની દવાઓ લઇ રહી હતી. અને જેલ પણ કેદીઓના રેકોર્ડ ડોક્ટરોને બતાવ્યો હતો.

ડોક્ટરોનું શું કહેવું છે?

ડોક્ટરોનું શું કહેવું છે?

ડોક્ટરોના મત મુજબ ઇંદ્રાણી ઉપરોક્ત દવાઓની ગોળીને એકીસાથે વધુ માત્રામાં ખાઇ લીધી જેમા કારણે જ તે બેભાન થઇ ગઇ. વળી ડોક્ટરો કહ્યું કે તેને શ્વાસ લેવામાં હજી સમસ્યા થાય છે જે માટે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે.

દેવેન્દ્ર ફડણવીશે માંગ્યો રિપોર્ટ

દેવેન્દ્ર ફડણવીશે માંગ્યો રિપોર્ટ

જો કે આ ધટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશે આ સમગ્ર ધટના પર રિપોર્ટ માંગ્યો છે. અને આ સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી છે.

ઇંદ્રાણી ત્રણ દિવસ વધુ રહેશે

ઇંદ્રાણી ત્રણ દિવસ વધુ રહેશે

જે જે હોસ્પિટલના ડોક્ટરો જણાવ્યું કે ઇંદ્રાણી હાલ તો ખતરાની બહાર છે પણ તેની સ્થિતી ખૂબ જ નાજુક છે જે જાતો તેને હજી ત્રણ દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે.

સીબીઆઇ શું કરી રહી છે?

સીબીઆઇ શું કરી રહી છે?

જો કે ડોક્ટરો સીબીઆઇને ઇંદ્રાણી ના તમામ રિપોર્ટ અને તે કયા કયા કારણોસર આટલી ગંભીર રીતે બિમાર પડી તે વિષે જાણકારી આપી છે. અને સીબીઆઇએ આ અંગે તપાસ કાર્યવાહી કરી રહી છે.

શું કારણ હોઇ શકે આત્મહત્યાનું?

શું કારણ હોઇ શકે આત્મહત્યાનું?

ત્યારે મીડિયામાં ઇંદ્રાણી ની આત્મહત્યાના પ્રયાસ અંગે અનેક પ્રકારના તર્ક વિતર્ક નીકાળવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે ઇંદ્રાણીની આત્મહત્યાના પ્રયાસના ત્રણ દિવસ પહેલા સીબીઆઇ આ મામલે એફઆઇઆર નોંધી ઇંદ્રાણી, તેના પૂર્વ પતિ સંજીવ ખન્ના અને ડ્રાઇવર શ્યામ રાય પર નવા અને સંગીન આરોપો લગાવ્યા છે. ડોક્ટરોનું પણ કહેવું છે કે ઇંદ્રાણી ડિપ્રેશન હેઠળ છે.

શું છે મામલો?

શું છે મામલો?

પોલિસે જણાવ્યા મુજબ 24 એપ્રિલ 2012ના રોજ ઇંદ્રાણી તેનો પૂર્વ પતિ સંજીવ ખન્ના અને તેના ડ્રાઇવર શીનાને તેની કોલેજથી બળજબરી મુજબ ઉપાડી ગયા હતા. અને તે બાદ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. અને બીજા દિવસે તેની લાશને રાયગઢના જંગલમાં પેટ્રોલથી આગ લગાવી બાળી અને ત્યારબાદ દફનાવી દેવામાં આવી હતી.

English summary
Former media magnate Indrani Mukerjea, prime accused in the sensational Sheena Bora murder case, is in a semi conscious state and will have to remain for next three days in hospital where she was rushed after suspected drug overdose, a senior doctor said on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X