For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અડવાણીએ કલમ-307 હટાવવાની વકિલાત કરી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

l-k-advani
નવી દિલ્હી, 24 જૂન: ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સંવિધાનની કલમ 370ને રદ કરવાની વકિલાત કરતાં રવિવારે કહ્યું હતું કે આનાથી જમ્મૂ કાશ્મીરને સંપૂર્ણ રીતે ભારતમાં સામેલ થવામાં મદદ મળશે.

લાલકૃષ્ણ અડવાણીએ ભાજપના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીની 60મી પુણ્યતિથીના અવસર પર પોતાના બ્લોગમાં લખ્યું હતું કે 'આ દેશ ઉત્સુકતાથી તે દિવસની રાહ જોઇ રહ્યો છે જ્યારે કલમ-370ને હટાવવામાં આવે અને બે વિધાન એક થઇ જશે.

કલમ 370 જમ્મૂ કાશ્મીરના વિશેષ સંવૈધાનિક દરજ્જો આપે છે અને તેને હટાવવા માટે ભાજપાની માંગણીમાં હંમેશા સામેલ રહ્યો છે. પાર્ટીએ અને વધારાના સહયોગી દળોને પોતાની સાથે સામેલ કરવા માટે આ માંગને સ્થગિત રાખવામાં આવી હતી.

'ઇન્ડિપેંડેંટ ઇન્ડિયાઝ ફર્સ્ટ માર્ટિયર ફૉર નેશનલ ઇન્ટીગ્રેશન' શીર્ષકથી પોતાના બ્લોગમાં ભાજપા નેતાએ લખ્યું છે કે વિવાદાસ્પદ પરિસ્થિતિઓમાં શ્યામા પ્રસાદ મુખર્જીના મોત બાદ ક્રમશ ઘટનાક્રમ શરૂ થયા જેમાં રાષ્ટ્રીય એકીકરણની પ્રક્રિયાને બળ મળ્યું. શ્યામા પ્રસાદ મુખર્જીએ 1953માં જનસંઘના પ્રથમ રાષ્ટ્રીય સંમેલનમાં નારો આપ્યો હતો કે 'એક દેશમાં બે પ્રધાન, બે નિશાન, બે વિધાન, નહી ચાલે, નહી ચાલે.'

જમ્મૂ કાશ્મીર પોલીસે તેમને પરમિશન વિનાના રાજ્યમાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરી લીધી હતી અને ત્યારબાદ શ્રીનગરમાં કસ્ટડી દરમિયાન ખરાબ તબિયતના કારણે તેમનું મોત નિપજ્યું હતું. જો કે આ દાવાને શ્યામા પ્રસાદના સમર્થક તેમના મોતના દાવા નકારી કાઢતાં તેમની મોત પાછળ કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું ગણાવે છે.

લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે શ્યામા પ્રસાદ મુખર્જીના મોત પહેલાં સુધી જમ્મૂ કાશ્મીર ના તો સુપ્રીમ કોર્ટ, ચૂંટણી પંચના દાયરામાં આવતું હતું અને ના તો કેગના અધિકારક્ષેત્રમાં આવતું હતું. તેમને લખ્યું છે કે 'ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનની આ પરિસ્થિતીમાં પરિવર્તન આવ્યું. શેખ અબ્દુલા મુખ્યમંત્રી બન્યા, સદર-એ-રિયાસત રાજ્યપાલ બન્યા અને રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનના ઔપચારિક અધિકાર ક્ષેત્રને જમ્મૂ કાશ્મીર સુધી વધારવામાં આવ્યો.

શ્યામા પ્રસાદ મુખર્જીના નિધનના મુદ્દે કોઇ ઔપચારિક તપાસ થવા તરફ ઇશારો કરતાં ભાજપા નેતાએ બ્લોગમાં લખ્યું છે કે 'આ અસાધારણ વ્યક્તિના મોતનું આજસુધી રહસ્ય બની રહ્યું છે. તેમને કહ્યું હતું કે 'આવી જ રીતે અન્ય પરિસ્થિતીઓમાં હમંશા ઔપચારિક તપાસ કરવામં આવી પરંતુ આ મામલામાં આ પ્રકારે કરવામાં આવ્યું ન હતું. કોઇ કહી ન શકે કે આ ફક્ત અસંવેદનશીલતા હતી કે ખરેખર અપરાધની ભાવના હતી.

English summary
L K Advani today pushed for repealing Article 370 of the Constitution, saying it would help Jammu and Kashmir's full integration with India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X