For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીના દિલમાં પણ મોદી, પરંતુ CMની પ્રથમ પસંદ કેજરીવાલ: સર્વે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 ડિસેમ્બર: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભલે ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ન હોય, પરંતુ દિલ્હીની જનતાનું વલણ સામે આવી ગયું છે. દિલ્હીની જનતાએ પોતાનું મંતવ્ય સામે રાખી દિધું છે. ઇન્ડિયા ટુડે ગ્રુપના સર્વેના અનુસાર દિલ્હીની જનતાના દિલમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, પરંતુ દિલ્હીવાસીઓએ મુખ્યમંત્રી તરીકે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને પોતાની પ્રથમ પસંદ ગણાવ્યા છે.

ઓપિનિયન પોલના અનુસાર આ વખતે દિલ્હીમાં ભાજપ પૂર્ણ બહૂમતી સાથે સરકાર બનાવી શકે છે. ઓપિનિયન પોલ અનુસાર ભાજપ 37 સીટોની સાથે સૌથી મોટી પાર્ટી બનીને તરી આવશે. જ્યારે આમ આદમી પાર્ટીને 25 થી 31 સીટો મળવાનું અનુમાન છે. તો બીજી તરફ કોંગ્રેસના ખાતામાં 3 થી 5 સીટો જતી જોવા મળી રહી છે.

arvind-kejriwal-speech

જ્યાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે તરી આવી છે તો બીજી તરફ મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલ દિલ્હીની પ્રથમ પસંદ છે. અરવિંદ કેજરીવાલને દિલ્હીની 35 ટકા જનતા પ્રથમ પસંદ કરે છે. જ્યારે ભાજપના ડૉ. હર્ષવર્ધન બીજા નંબર પર છે, તેમને 16 ટકા વોટ મળ્યા છે.

જ્યારે 15 વર્ષો સુધી દિલ્હીની મુખ્યમંત્રી રહી ચૂકેલી મુખ્યમંત્રી શીલા દીક્ષિત 9 ટકા વોટ સાથે ત્રીજા સ્થાન પર છે. તો બીજી તરફ દિલ્હીની જનતા માટે ભ્રષ્ટાચાર હજુ પણ મુખ્ય મુદ્દો છે. દિલ્હીની જનતા માને છે કે ભાજપની સરકાર મોંધવારી રોકવામાં સૌથી કારગર છે. તો બીજી તરફ પોલમાં ભાગ લેનાર લોકોમાં 21 ટકા લોકોએ ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દો ગણાવ્યો છે.

English summary
According to the opinion poll BJP may form government in Delhi but Aam Admi Party Cheif Arvind kejriwal still a favourite for chief Minister post.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X