For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રિય મંત્રીને દુબઇથી આવ્યો ફોન, ભાજપ છોડી દો નહી તો જીવ ગુમાવ્યો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 ડિસેમ્બર: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને જાન મારી નાખવાની ધમકી મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે ધમકી આપનારે દુબઇથી કોલ કર્યો હતો તમને જણાવી દઇએ કે ભાજપના આ બીજા મુસલમાન નેતા છે જેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ પહેલાં શાહનવાજ હુસૈનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

મુખ્તાર અબ્બાસ નકવીને પણ શાહનવાજની માફક દુબઇથી ફોન પર ધમકી આપવામાં આવી છે. તો બીજી તરફ મંત્રાલયે કેસની તપાસ માટે દિલ્હી પોલીસને કાર્યવાહી કરવાના નિર્દેશ કર્યા છે. ધમકી આપનારે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી છોડી દો નહી તો જીવ ગુમાવવો પડશે. ફોન કરનારે પોતાને ભાઇન ગણાવ્યો હતો અને કહ્યું કે તમે તો મુસલમાન ચો ભાજપમાં શું કરી રહ્યાં છો.

mukhtar-abbas-naqvi-10.

મુખ્તાર અબ્બાસ નકવીને ફોન જે દિવસે પાકિસ્તાનના પેશાવરમાં હુમલો થયો હતો તે દિવસે જ ધમકી આપવામાં આવી હતી. સૂત્રોનું માનીએ તો આ કોલ ઇન્ટરનેટ પ્રોટોકોલના માધ્યમથી કરવામાં આવી હતી. કોલ દરમિયાન વાતચીત રેકોર્ડ થઇ ચુકી છે અને તેનો અવાજની ઓળખ કરવામાં આવી રહી છે.

તો બીજી એક અધિકારીનું કહેવું છે નકવીને તેમના મોબાઇલ પર સ્કાઇપ એકાઉંટના માધ્યમથી કોલ કરવામાં આવ્યો હતો. આ પહેલાં પણ મુખ્તાર અબ્બાસ નકવીને જાનથી મારી નાખવાની ધમકી મળી ચુકી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમને હફીજ સઇદ વિરૂદ્ધ બોલવા માટે જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. તમને જણાવી દઇએ કે મુખ્તાર અબ્બાસ નકવી અત્યારે અલ્પસંખ્યક મામલાઓના રાજ્યમંત્રી છે.

English summary
Central minister get threat call to kill from dubai, he was asked to quit bjp otherwise he will be killed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X