For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીવી એન્કરે એપ્પલના CEOને કહ્યાં સમલૈંગિક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

apple-ceo
નવી દિલ્હી, 28 જૂન: અમેરિકાના એક ટેલીવિઝન એન્કરને તે સમયે શર્મિંદગીનો સામનો કરવો પડ્યો જ્યારે તેમને ભૂલથી એપ્પલ કંપનીના સીઇઓ ટીમ કુક સમલૈંગિક ગણાવી દિધા. સીએનબીસી ચેનલના સહ પ્રસ્તુતકર્તા સિમૉન હોબ્સે એક શો દરમિયાન કુકને સમલૈંગિક ગણાવી દિધા. શો લાઇવ હતો એટલા માટે ભૂલ સામે આવી ગઇ. આ શોમાં અમેરિકી કંપનીઓના તે સમલૈંગિક મુખ્ય કાર્યકારી અધિકારીઓની યૌન પ્રવૃત્તિને લઇને ચર્ચા કરી રહ્યાં હતા જેમણે આ સાથે જોડાયેલી જાણકારી સાર્વજનિક રીતે સ્પષ્ટ કરી નથી.

શોમાં પેનલ તરીકે ન્યૂયોર્ક ટાઇમ્સના સ્તંભકાર જિમ સ્ટીવર્ટ પણ સામેલ હતા, જે પોતે એક સમલૈંગિક છે. ચર્ચા દરમિયાનની પેનલમાં બેઠેલા જાણકારોને હોબ્સે કહ્યું કે મને લાગે છે કે ટિમ કુક એપ્પલના પ્રમુખના પોતાના સમલૈંગિક હોવાની વાતને લઇને ઉગ્ર છે, એવું છે ને? હોબ્સની આ ટિપ્પણી પર પેનલમાં સન્નાટો છવાઇ ગયો પરંતુ હોબ્સે પોતાની વાત સુધારતાં કહ્યું શું આ ભૂલ હતી.

હફિંગટન પોસ્ટના એક સમાચાર અનુસાર 53 વર્ષના કુક પોતાની યૌન પ્રવૃતિને લઇને ક્યારેય પણ સાર્વજનિક રીતે કંઇપણ કહ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કુકને આઉટ પત્રિકાની 2013 પાવર લિસ્ટમાં સૌથી પ્રભાવશાળી એલજીબીટી (લેસ્બિયન, ગે, બાઇસેક્સુઅલ અને ટ્રાંસજેંડર) વ્યક્તિત્વ ગણાવવામાં આવ્યા હતા.

English summary
CNBC's Squawk on the Street co-host Simon Hobbs outed Apple CEO Tim Cook live on-air During a segment about the dearth of openly gay CEOs, he said, 'Tim Cook is fairly open about the fact he’s gay'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X