For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીતનો શ્રેય અડવાણી અને મોદીને: શિવરાજ સિંહ ચૌહાણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ભોપાલ, 8 ડિસેમ્બર: મધ્ય પ્રદેશમાં જીતને હેટ્રિક લગાવનાર ભાજપના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યમાં ત્રીજીવાર જીત માટે જનતા અને પાર્ટીના કેન્દ્રિય નેતૃત્વને શ્રેય આપ્યો છે. તેમને જીત બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે પ્રદેશમાં ત્રીજીવાર મળતી જીત જનતાની જીત છે. જનતાના વિશ્વાસની જીત છે અને કેન્દ્રિય નેતૃત્વની જીત છે.

તેમને જનતાના મન ભાજપ તરફ વાળવા માટે રાજનાથ સિંહ, નરેન્દ્ર મોદી અને લાલ કૃષ્ણ અડવાણીનો આભાર પ્રગટ કર્યો છે. તેમને પ્રદેશ પ્રભારી અનંત કુમારજીને પોતાના માટે લકી ગણાવ્યા અને કહ્યું કે ભાજપના દરેક કાર્યકર્યાને જીત માટે શુભેચ્છા પાઠવું છે. મધ્ય પ્રદેશમાં ભાજપની જીતને એકદમ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે શિવરાજ સરકારે પહેલાં તેને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો.

shivraj-win

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર જ્યોર્તિઆદિત્ય સિંધિયા હતા, આશા વ્યક્ત કરવામાં આવતી હતી કે એક યુવા નેતાના રૂપમાં જનતા સિંધિયાને પસંદ કરશે પરંતુ મતદારોએ ફરીથી શિવરાજ સરકાર પર વિશ્વાસ મુક્યો છે. આજે ચાર રાજ્યોની વિધાનસભાના ચૂંટણીના પરિણામ આવી ચૂક્યાં છે, જેમાં કોંગ્રેસ બેકફૂટ પર જોવા મળી રહી છે. આ વિધાનસભા ચૂંટણીને લઇને લોકસભા 2014ની સેમીફાઇનલ માનવામાં આવી રહી છે. ભાજપે રાજસ્થાનમાં પણ એકતરફી જીત મેળવી છે. રાજસ્થાનમાં કોંગ્રેસની 23 સીટોની તુલનાએ 154 સીટો પર બઢત મળી રહી છે.

English summary
Madhya Pradesh chief minister Shivraj Singh Chauhan said the credit of third time success goes to our central leadership.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X