For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અડવાણી-પ્રણવ મુખર્જીની પુત્રીઓ વચ્ચે જામશે જંગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, (વિવેક શુક્લા): પ્રતિભા અડવાણી ભાજપના ટોચના નેતા લાલ કૃષ્ણ અડવાણીની પુત્રી છે. તે સામાન્ય રીતે અડવાણીજીની સાથે વિભિન્ન કાર્યક્રમોમાં ભાગ લેતી જોવા મળે છે. તે ટીવીની દુનિયા સાથે પણ જોડાયેલી છે. ઘણા ટીવી કાર્યક્રમોની એંકર પણ રહી છે.

હવે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં ચર્ચાઓ ચાલી રહી છે કે પ્રતિભા રાજકારણની દુનિયામાં પ્રવેશ કરી શકે છે. ભાજપ તેમને ગ્રેટર કૈલાશ સીટ પરથી ટિકીટ આપી શકે છે. રાજધાનીના એક અંગ્રેજી સમાચારપત્રએ પ્રતિભાના ચૂંટણી લડવાના સમાચાર પણ છાપ્યા છે. જો કે દિલ્હીના રાજકીય વર્તુળમાં આ પ્રકારની ચર્ચા હતી.

pratibha-sharmishtha

કૈલાશથી શર્મિષ્ઠા પણ

મહત્વપૂર્ણ એ છે કે ગ્રેટર કૈલાશ સીટ પરથી જ કરવામાં આવી રહી છે. શર્મિષ્ઠા કોંગ્રેસમાં છે. જો પ્રતિભા અને શર્મિષ્ઠાને તેમના પક્ષ ગ્રેટર કૈલાશ સીટ પરથી ટિકીટ આપે છે તો તેનો અર્થ એ થશે કે આખા દેશની નજર આ સીટ પર રહેશે. જોકે પ્રતિભા અડવાણીએ ભાજપ તરફથી ચૂંટણી લડવા સંબંધી જોઇ જાહેરાત કરી નથી. પરંતુ જાણકારોનું કહેવું છે કે તે ચૂંટણી લડી શકે છે.

રાજકારણ માટે તૈયાર
બીજી તરફ, શર્મિષ્ઠા હવે રાજકારણના મેદાનમાં ઉતરવા માટે તૈયાર થઇ રહી છે. એ વાત સંપૂર્ણપણે આશા છે કે તે આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડશે. શર્મિષ્ઠા કોંગ્રેસના ઉમેદવારના રૂપમાં ગ્રેટર કૈલાશ સીટ પરથી ચૂંટણી લડવા માટે તૈયારી કરી ચૂકી છે.

સૂત્રોનું કહેવું છે કે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટી પ્રમુખ અરવિંદ સિંહ લવલીની આ વિશે શર્મિષ્ઠા સાથે વાત થઇ ગઇ છે. તેમણે ગ્રેટર કૈલાશથી ચૂંટણી લડવા માટે સહમતિ વ્યક્ત કરી છે. તે કોંગ્રેસની એક્ટિવિસ્ટ છે. કોંગ્રેસના ઘણા ધરણા-પ્રદર્શનોમાં ભાગ પણ લે છે.

બીજી એક વાત શર્મિષ્ઠા ગત કેટલાક વર્ષોથી મધ્યપ્રદેશ શાસનના સંસ્કૃતિ વિભાગ દ્વારા પ્રતિવર્ષ આયોજિત કરવામાં આવતાં ખજુરાહો નૃત્ય સમારોહમાં ભાગ લઇ રહી છે. તે ગ્રેટર કૈલાશ વિસ્તારમાં જ રહે છે. આ રાજધાનીનો સૌથી એલિટ વિસ્તારમાં સામેલ થાય છે. અહીંથી તેમના વિરૂદ્ધ આમ આદમી પાર્ટી સૌરભ ભારદ્વાજને ઉતારશે. સૌરભ દિલ્હી સરકારમાં મંત્રી રહી ચૂક્યાં છે.

પ્રતિભા ખૂબ ઉમદા વક્તા
પ્રતિભા વિશે જણાવી દઇએ કે તે પોતાના પિતા અડવાણીજી સાથે જ રહે છે. જાણકારોનું કહેવું છે કે પ્રતિભા પ્રખર વક્તા છે. તેમનામાં આગળ જવાની અપાર સંભાવનાઓ છે.

English summary
Will daughters of two political heavyweights to face each-other during next Delhi assembly poll? Lal Krishan Advani’s daughter, Prathibha likely to contest Delhi assembly poll.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X