For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં રહેશે મુસલમાનોના વોટ પર બધાની નજર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, (વિવેક શુક્લા): દેશમાં ચાલી રહેલી મોદી લહેરના લીધે રાજધાનીના મુસલમાન આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો સાથ આપી શકે છે. તે સામાન્ય રીતે કોંગ્રેસની સાથે રહે છે, પરંતુ આ વખતે તે ભાજપની સાથે જઇ શકે છે. ચાંદની ચોક, મટિયા મહેલ, બલ્લીમારાન, વિકાસપુરી, કિરાડી, મુસ્તફાબાદ, ગાંધીનગર, સીમાપુરી, સીલમપુર તથા બાબરપુર એવી વિધાનસભા સીટો છે જ્યાં મુસ્લિમ વસ્તી 61 ટકા છે.

કિરાડીમાં 35, ચાંદની ચોકમાં 21, મટિયામહેલમાં 48, બલ્લીમારાનમાં 38, વિકાસપુરીમાં 21, મુસ્તફાબાદમાં 36, ગાંધી નગરમાં 23, સીમાપુરીમા6 26, ઓખલામાં 43, સીલમપુરમાં 61 તથા બાબરપુરમાં 45 ટકા મુસ્લિમ વસ્તી છે.

muslims-voter

દલિત પણ ઓછા નથી
આ સીટો પર દલિતોની વસ્તી પણ 13 થી 30 ટકા સુધીની છે. આ 20 સીટોમાંથી મોટાભાગની કોંગ્રેસના ખોળામાં છે. ફક્ત 2 સીટો કિરાડી અને બાબરપુર જ ભાજપની પાસે છે. જાણકારોનું કહેવું છે કે મુસલમાન કોંગ્રેસથી નારાજ છે. તેમને લાગે છે કે કોંગ્રેસે મુસલમાનોની સાથે હંમેશા દગો કર્યો છે.

મુસલમાનોનો ગઢ
મુસલમાન રાજધાનીમાં 17 વિધાનસભા ક્ષેત્રોની ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરવાની સ્થિતિમાં છે. આ સીટો પર મુસ્લિમ મતદારોની સંખ્યા 15 થી 61 ટકા છે. દિલ્હીમાં મુસ્લિમ કોંગ્રેસના પરંપરાગત મતદાતો રહે છે. મુસલમાન ગત ચૂંટણીમાં કોંગ્રેસને એકતરફી વોટ આપી ચૂક્યાં છે. પરંતુ આ વખતે ભાજપ પણ તેમના વોટ લેવા માટે મહેનત કરી રહી છે. એંગ્લો એરાબિક સ્કુલના ટીચર મકસૂદ અહેમદ કહે છે કે કોંગ્રેસ, સપા અને બસપાએ મુસલમાનોની સાથે દગો કર્યો છે. એટલા માટે તે ભાજપની સાથે જઇ શકે છે.

આ સાથે જ શાહદરા, સંગમ વિહાર, બદરપુર, ત્રિલોકપુરી, સદર બજાર, ઘૌંડા, કરાવલ નગર તથા ગોકળપુર એવી વિધાનસભા સીટો છે જ્યાં મુસ્લિમ વસ્તી 20 ટકા છે. શાહદરામાં 13, ઘૌંડામાં 18, ગોકળપુરમાં 13, સંગમ વિહારમાં 20, બદરપુરમાં 15, ત્રિલોકપુરીમાં 18, કરાવલ નગરમાં 20 તથા સદર બજારમાં 13 ટકા મુસ્લિમ વસ્તી છે. તો બીજી તરફ આ સીટો પર દલિતોની વસ્તી પણ 14 થી 30 ટકા રહી છે. આ 8 સીટોમાંથી ફક્ત કરાવલ નગર તથા ઘૌંડાની સીટ જ ભાજપની પાસે છે.

જાણકારોનું માનવું છે કે રાજધાનીમાં વિધાનસભા ચૂંટણી વિકાસના મુદ્દા પર લડવામાં આવી રહી છે. એટલા માટે મુસલમાન અથવા બાકી સમુદાય ભાજપની સાથે છે. બધાને ગુજરાત મોડલ પસંદ આવી રહ્યું છે. જાણકારોનું કહેવું છે કે મુસલમાનોમાં પરિવર્તનની ઇચ્છા સ્પષ્ટ જોઇ શકાય છે. તે આ વખતે દિલ્હીમાં ભાજપને સાથે આપી શકે છે.

English summary
Muslim voters will be crucial in capital. They may support BJP due to Narendra Modi factor. If this happen then Congress would be in tension.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X