For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુસાઇડ મિશન પર હતી પાકિસ્તાની બોટ, ટાર્ગેટ હતો પોરબંદર નૌસેના બેસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 જાન્યુઆરી: પોરબંદરના અકસ્માત બાદ એજેંસી હાઇ એલર્ટ પર છે. ડિસેમ્બરમાં એજેંસી દ્વારા પહેલાંથી જ આખા દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. સપ્ટેમ્બરમાં આઇબી દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટ બાદ બંદરોની સુરક્ષા અને ચોકસી બમણી કરી દેવામાં આવી હતી. આઇબી દ્વારા સપ્ટેમ્બરમાં ચેતાવણી આપવામાં આવીહતી કે આતંકવાદીઓ સમુદ્ર માર્ગે દેશમાં દાખલ થઇને હુમલાને અંજામ આપી શકે છે.

આ ઉપરાંત 14 ડિસેમ્બર 2014ના રોજ ગુપ્તચર અધિકારીઓની સૂચના મળી હતી કે પાકિસ્તાની આતંકવાદી પોરબંદર નૌસૈનિક સુવિધાઓ પર આત્મઘાતી હુમલો કરી શકે છે. ગત 15 દિવસોથી ગુપ્તચર અધિકારીઓની એક ટીમ કોસ્ટ ગાર્ડ્સની સાથે મળીને આ સૂચના પર કામ કરી રહી હતી.

boat-pakistan-gujarat-604

સાચી નિકળી બોટમાં વિસ્ફોટક હોવાની વાત
વનઇન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું કે બોટ જે ભારતીય સીમામાં આવી હતી તેમાં વિસ્ફોટક ભરેલા હતા. નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને ઘટના બાદ અવસર મળતાં તથ્યોએ આ વાતની પુષ્ટિ પણ કરી હતી છે. તપાસ બાદ જે વાત સામે આવી છે તેના અનુસાર આ સંપૂર્ણપણે આત્મઘાતી હુમલો હતો. બોટ પર સવાર ચારેય આતંકવાદીઓએ પહેલાં જ પ્લાન બનાવ્યો હતો કે પોરબંદરની નૌસેના બેસ પર પહોંચી તે પોતાને વિસ્ફોટકથી ઉડાવી દેશે.

સેટેલાઇટ ફોન
બોટ પર સવાર ચારેય આતંકવાદી પોતાની સાથે સેટેલાઇટ ફોન લઇને ગયા હતા. આ આતંકવાદી કરાંચીથી આખા મિશનને ગાઇડ કરી રહેલા પોતાના આકાને મિનિટ-મિનિટની અપડેટ આપી રહ્યાં હતા. એટલું જ નહી મિશનને ગાઇડ કરી રહેલા આતંકવાદીઓના સેટેલાઇટ ફોન પર જ નિર્દેશ આપી રહ્યાં હતા. નૌસેનાના એક અધિકારીના અનુસાર કરાંચીથી જે વ્યક્તિ આ મિશનને ગાઇડ કરી રહ્યો હતો તે પાકિસ્તાનના નૌસેનાના ઘણા અધિકારી હોઇ શકે છે.

પરત ફરવાનો પ્રયત્ન કરી ચૂક્યાં હતા બોટમાં સવાર આતંકવાદી
આખા કેસની તપાસમાં જે વાત સામે આવી છે તેના અનુસાર બોટ પર સવાર ચારેય આતંકવાદી ભારતીય કોસ્ટ ગાર્ડનો સામનો કરવા માંગતા ન હતા અને જ્યારે કોસ્ટ ગાર્ડ્સે તેમને ઘેરી લીધા તો તેમણે એકવાર ફરી પરત ફરવાનો નિર્ણય કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યાં. તે ભારતીય બોર્ડરમાં 10 કિમી સુધી સુધી ખુસી ગયા હતા. આતંકવાદીઓએ ભારતીય કોસ્ટ ગાર્ડ્સ પર ફાયરિંગનો પ્રયત્ન કર્યો નહી પરંતુ તે પાકિસ્તાની સીમામાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. તેમને આમ કરવાનો આદેશ આપવામાં આવી રહ્યો હતો. કરાંચીથી સેટેલાઇટ ફોન પર તેમને નિર્દેશ આપવામાં આવી રહ્યાં હતા કે જો તે પરત પાકિસ્તાનની સીમામાં ઘુસી જાય અથવા પછી બોટને જ વિસ્ફોટકથી ઉડાવી દે.

આત્મઘાતી મિશન
તપાસ બાદ તસવીર સ્પષ્ટ થઇ ચૂકી છે કે હોડી પર સવાર આતંકવાદી આત્મઘાતી મિશન પર હતા. તપાસમાં જે વાત સામે આવી છે તેનાથી સ્પષ્ટ છે કે આ આતંકવાદી પોરબંદર નવલ ફેસેલિટી સુધી પહોંચતા અને પછી પોતાને બ્લાસ્ટ કરી દેતા. તેમને એવા નિર્દેશ આપવામાં આવ્યા હતા કે પોરબંદર નૌસૈનિક બેસ પર પહોંચી તાત્કાલિક બોટને ઉડાવી દે.

English summary
On December 14th 2014 counter intelligence officials picked up information that Pakistan based operatives were planning a suicide mission on the Porbandar naval facility.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X