For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા વર્ષની ભેટ: પેટ્રોલ-ડીઝલમાં 2 રૂપિયાનો ઘટાડો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 જાન્યુઆરી: કાચા તેલની વૈશ્વિક કિંમત ઘટતાં 55 ડોલર પ્રતિ બેરલથી નીચે જતાં ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમતમાં પ્રતિ લિટર બે રૂપિયાનો કામ કરી આમ આદમીને નવા વર્ષની ભેટ આપી છે. આ કાપમાં જો કે સ્થાનિક ટેક્સની અસરને સામેલ કરવામાં આવી નથી. સ્થાનીક ટેક્સના પ્રભાવને સામેલ કર્યા બાદ ગુરૂવારથી પેટ્રોલની કિંમત દિલ્હીમાં 61.33 રૂપિયા, મુંબઇમાં 68.86 રૂપિયા, કલકત્તામાં 68.65 રૂપિયા અને ચેન્નઇમાં 63.94 રૂપિયા થઇ ગઇ છે.

આ પ્રકારે પ્રતિ લિટર ડીઝલના નવા ભાવ દિલ્હીમાં 50.51 રૂપિયા, મુંબઇમાં 57.91, કલકત્તામાં 55 રૂપિયા અને ચેન્નઇમાં 53.78 રૂપિયા થઇ ગયા છે. આ પહેલાં 15 ડિસેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હઓત. તે પહેલાં પણ એક ડિસેમ્બરના રોજ ક્રમશ:91 પૈસા અને 84 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

petrol-bunk

સબસિડી વિનાના રાંધણગેસ સિલિંડરનો ભાવ પણ દિલ્હીમાં 43.50 રૂપિયા ઘટાડી દેવામાં આવ્યો છે. 14.2 કિલોગ્રામવાળા સિલેંડરની નવી બજાર કિંમર દિલ્હીમાં 708.50 રૂપિયા, મુંબઇમાં 725.50 રૂપિયા, કલકત્તામાં 746 રૂપિયા અને ચેન્નઇમાં 705 રૂપિયા થઇ ગઇ છે.

English summary
With international crude oil rates slipping below $55 a barrel, state-run oil marketers had a New Year Day gift of a cut petrol and diesel rates by Rs.2 a litre, excluding local taxes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X