For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિન અને રેખા સાંસદમાં સાબિત થયા 'ઝીરો'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને જાણીતિ અભિનેત્રી રેખાને રાજ્યસભાના સભ્ય બન્યાને 2 વર્ષ વિતી ગયા છે, પરંતુ કામના મુદ્દે બંને શૂન્ય સાબિત થયા છે. બંનેએ અત્યાર સુધી પોતાના વિસ્તારમાં કોઇપણ કામ કરાવ્યું નથી. પોત-પોતાના વિસ્તારમાં કામ કરાવવા માટે આપવામાં આવેલી રકમમાંથી એકપણ રૂપિયો ખર્ચ કર્યો નથી.

આંકડાકીય માહિતી મંત્રાલયની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર સચિન અને રેખા જેવી સેલેબ્રિટી સાંસદોએ પોતાના સંસદ ભંડોળમાંથી કંઇપણ ખર્ચ કર્યો નથી. જો કે રાજ્યસભાના સાંસદોએ પોતાને પોતાની પસંદગીનો કોઇપણ જિલ્લો પસંદ કરવાનો અધિકાર હોય છે.

sachin-rekha-600

પરંતુ બંનેમાંથી કોઇપણે પોતાના સંસદ ભંડોળમાંથી એકપણ રૂપિયો ખર્ચ કર્યો નથી. તેના માટે રાજ્યસભા સાંસદોને પ્રતિ વર્ષ પાંચ કરોડ રૂપિયાની રકમ મળે છે. સચિન તેંડુલકરે મુંબઇ જિલ્લો પસંદ કર્યો પરંતુ કંઇપણ કામ કરાવ્યું નથી. રેખાએ તો જિલ્લો પસંદ કરવાની તસદી ઉઠાવી નથી. બંનેમાંથી કોઇપણે સરકાર સમક્ષ ના તો વિકાસ પ્રસ્તાવ રજૂ કર્યો ના તો સાંસદ ભંડોળમાંથી ખર્ચ કર્યો. અત્યાર સુધી બંનેના ખાતામાં 10-10 કરોડ જમા થઇ ગયા છે.

English summary
Cricket superstar Sachin Tendulkar and veteran actress Rekha who were nominated to Rajya Sabha around two years ago have spent "zero" rupee on development in their respective adopted areas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X