For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઘા બોર્ડર પર બ્લાસ્ટ: દિલ્હી-લાહોર બસ સેવા પર બ્રેક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા): કાલે ભારત-પાકિસ્તાન બોર્ડરથી ઠીક નજીક થયેલા બોમ્બ બ્લાસ્ટના લીધે દિલ્હી-લાહોર બસ સેવાને થોડા દિવસો માટે બંધ કરી શકવામાં આવે છે. જાણકારોએ જણાવ્યું હતું કે ભારત સરકારે આ બાબત કોઇ પણ નિર્દેશનો દિલ્હી પરિવહન નિગમ (ડીટીસી)ની રાહ છે. ડીટીસીના સૂત્રોના અનુસાર અટારી-વાઘા માર્ગ બ્લાસ્ટ બાદ સ્થિતિ એકદમ નાજુક છે, તેને લીધે સરકાર દિલ્હી-લાહોર બસ સેવાને થોડા સમય માટે બંધ કરવા પર વિચાર કરી રહી છે. અત્યારે લાહોર અને દિલ્હીની વચ્ચે બંને તરફથી બે-બે ફેરા લાગે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2001માં ભારતીય સંસદ પર હુમલા માટે ભારત સરકારે પાકિસ્તાનના એક ચરમપંથી સંગઠનને દોષી ગણાવતાં આ સેવાઓ બંધ કરી દિધી હતી. જો કે આ વખતે પરિસ્થિતી અલગ પ્રકારની છે. તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇની 2001માં પાકિસ્તાન યાત્રાના લીધે દિલ્હી-લાહોર બસ સેવાનો ચાલુ કરવામાં આવી હતીએ. તેમાં સામાન્ય રીતે તે લોકો એકબીજાના દેશોમાં જાય છે જેમના પરિવારના સભ્યો આરપાર રહે છે.

attari-border

આ દરમિયાન બ્લાસ્ટના લીધે બંને દેશો વચ્ચે રોડ માર્ગે થનાર વેપારને પણ હાલ અટકાવી દેવામાં આવ્યો છે. અત્યારે કશું જ ન કહી શકાય કે આ બધુ ફરીથી ચાલુ થશે.

ભારત અને પાકિસ્તાને દ્રિપક્ષીય વ્યાપાર વધારવાના હેતુથી 60 વર્ષના અંતરાલ બાદ વર્ષ 2007માં અમૃતસર સ્થિત અટારી તપાસ ચોકીથી પાક્સિતાનની વાધા બોર્ડરના માધ્યમથી ટ્રકોને સીમાપાર અવરજવર પર સહમત થયા છે. આ પહેલાં ટ્રકને સીમા સુધી જ જવાની પરવાનગી હતી.

English summary
India may suspend Delhi-Lahore bus service for few days. Trade between India-Pakistan also suspended. The reason is blast at Wagah border on Sunday evening. 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X