For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ નારાજ છે કેજરીવાલ અને સિસોદિયાના પાડોશીઓ?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા) : અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને કુમાર વિશ્વાસ દિલ્હીના ભાગ્ય વિધાતા બનવાના સપના સેવી રહ્યાં છે, પરંતુ આ તમામ રહે છે ઉત્તર પ્રદેશમાં. દિલ્હીને સ્વર્ગ બનાવવાના સપના જોનારા આ ત્રણેય નેતાઓના પાડોશીઓ આ લોકોથી નારાજ છે.

am-admi-party-ovte-600
કેજરીવાલ, સિસોદિયા તથા વિશ્વાસનો પાડોશીઓની મુશ્કેલીઓ સાથે કોઈ સંબંધ નથી, પણ દિલ્હી જેવી ખંડિત વિધાનસભા ફતેહ કરવા માટે ત્રણેય પ્રયત્નશીલ છે. દિલ્હીથી જોડાયેલા કૌશાંબીમાં કેજરીવાલના પાડોશી સુનીલ ઝા કહે છે - અમારા વિસ્તારમાં પોલીસ વ્યવસ્થા નામની કોઈ વસ્તુ નથી. ગુનેગારો જે ઇચ્છે, તે કરે છે. સફાઈ કર્મચારીઓ પોતાનું કામ નથી કરતાં. તમામ ઑફિસોમાં અવ્યવસ્થા ફેલાયેલી છે, પણ કેજરીવાલને પોતાના વિસ્તારની નહીં, પણ દિલ્હીની ચિંતા છે.

બેચેન પોલીસ
બિચારી ગાઝિયાબાદ પોલીસ તેમની સલામતી માટે બેચેન રહે છે. મજાની વાત એ છે કે વસુંધરા પોલીસ સ્ટેશન પાસે એટલી પણ ફોર્સ નથી કે કનાવની પુલિયા યા વસુંધરા તેમજ ઇંદિરાપુરમમાં ઉઘાડેછોડે લૂંટ, ગુંડાગિર્દી તથા ચીલઝડપો પર નિયંત્રણ પામી લે, પણ ત્રણે નેતાઓની સલામતી માટે પોલીસ જી-જાનથી પ્રયત્ન કરતી રહે છે.

કેમ નથી રહેતા દિલ્હીમાં?
વરિષ્ઠ લેખક શંભૂનાથ શુક્લ કહે છે - મારો આ ત્રણેયને આગ્રહ છે કે કાં તો વસુંધરા, વૈશાલી, ઇંદિરાપુરમ તથા કૌશાંબીને દિલ્હીમાં લાવવાની ઝુંબેશ ઉપાડે, નહિંતર દિલ્હીમાં જ રહે. આ નેતાઓ અમારો હક મારી રહ્યાં છે. આ વિસ્તારની મુશ્કેલીઓ વખતે આ લોકો ઊભા નથી રહેતાં. ગત પખવાડિયાથી ગાઝિયાબાદમાં સેનેટરી ઇંસ્પેક્ટર લૂંટ મચાવી રહ્યાં છે, બઝાર બંધ છે અને દુકાનદાર તથા ફૅક્ટરી માલિકો બેહાલ છે, પણ આ નેતાઓએ પોતાના વિસ્તારના આટલા મોટા પ્રશ્ન અંગે આજ સુધી મોઢુ નથી ખોલ્યું.

તો સવાલ એ છે કે રાજકારણમાં તેઓ પોતાની આજુબાજુના લોકોની અવગણના કરે છે, તો દિલ્હીમાં શું ઉખાડી લેશે?

English summary
Why Arvind Kejriwal and Manish Sisodia are not neighbours envy. He is hardly concerned about the affairs of his area in UP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X