For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ, 14ના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

pakistan-terror
ઇસ્લામાબાદ, 22 નવેમ્બર: પાકિસ્તાનમાં અવાર-નવાર આતંકી હુમલાના બનાવો બનતાં રહે છે. ત્યારે પાકિસ્તાનના કરાંચી અને રાવલપિંડીમાં શિયા પ્રાર્થના સ્થળોની બહાર થયેલા બોમ્બ વિસ્ફોટ સહિત અલગ-અલગ ચાર સ્થળોએ થયેલા બોમ્બ વિસ્ફોટમાં 14 લોકોના મોત નિપજ્યાં છે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે.

આ વિસ્ફોટ ઇસ્લામાબાદમાં થનારી ડી-આઠ તથા વિકાસશીલ આઠ દેશોના સંમેલનની પૂર્વ સંધ્યામાં થયો હતો. ડી-આઠ મોટી મુસ્લિમ વસ્તીવાળા આઠ વિકાસશીલ દેશોનું સંગઠન છે. આ સભ્ય દેશોમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઇરાન, મલેશિયા, નાઇઝેરિયા અને તુર્કીનો સમાવેશ થાય છે.

આ ઘટના કરાંચીના ઓરાંગી શહેરની છે. અહીં એક ઇમામવાડાન મુખ્ય દ્રારથી થોડા અંતરે એક વિસ્ફોટ થયો હતો. એક આત્મઘાતી હુમલાખોરની મોટરસાઇકલ રિક્ષા સાથે ટકરાતાં આ ધડાકો થયો હતો. આ વિસ્ફોટમાં આત્મધાતી હુમલાખોરની સાથે સાથે રિક્ષાચાલકનું પણ મોત નિપજ્યું હતું.

ત્યારબાદ એક કલાક પછી ઇમામવાડા પાસે એક આઇઇડી બોમ્બમાં વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ ધડાકામાં 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બ્લોચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટાના શાહબાજ શહેરમાં એક બીજા બોમ્બ વિસ્ફોટમાં ત્રણ સુરક્ષાકર્મીઓ અને એક મહિલા સહિત પાંચ લોકોના મોત નિપજ્યાં હતાં જ્યારે 28 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

એક ત્રીજી ઘટનામાં આતંકવાદીઓએ બન્નૂ શહેરના એક પોલીસ સ્ટેશનમાં ચાર પોલીસ કર્મીઓ પર ગોળીબાર કરી મારી નાખ્યાં હતા. ચોથી ઘટનામાં રાવલપિંડી શહેરમાં એક શિયા પ્રાર્થના સ્થળ પાસે વિસ્ફોટમાં ચાર લોકો મૃત્યું પામ્યાં હતાં જ્યારે ઘણા લોકોને ઇજા પહોંચી હતી.

English summary
At least 14 people were killed and dozens more injured in four terror attacks across Pakistan today, including bombings outside Shia prayer halls in Karachi and Rawalpindi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X