For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે બાલીમાં યોજાશે મિસ વર્લ્ડ 2013ની ફાઇનલ

|
Google Oneindia Gujarati News

બાલી, 28 સપ્ટેમ્બર : આજે શનિવાર 28 સપ્ટેમ્બર, 2013ના રોજ ઇન્ડોનેશિયાના ટાપુ બાલીમાં
'મિસ વર્લ્ડ 2013' સૌંદર્ય પ્રતિયોગિતાની ફાઇનલ યોજાઇ રહી છે. આ આયોજન સામે કટ્ટરપંથી મુસ્લિમ કાર્યકર્તાઓની ધમકીને કારણે આયોજન સ્થળે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ઉપરાંત સૌંદર્ય પ્રતિયોગીઓને સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રતિયોગીઓની સુરક્ષા માટે અંદાજે 700થી વધારે પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

મિસ વર્લ્ડ સૌંદર્ય પ્રતિયોગિતાનું આયોજન છ દાયકાથી વધારે સમયથી કરવામાં આવે છે. આ આયોજનની પરંપરા ઇંગ્લેન્ડમાં શરૂ કરવામાં આવી હતી. ઇન્ડોનેશિયા દક્ષિણ પૂર્વ એશિયાનો પહેલો એવો દેશ છે જેમાં મિસ વર્લ્ડ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ સ્પર્ધાનો આરંભ જ અત્યંત વિવાદાસ્પદ રહ્યો હતો.

miss-world-2013-finalists

ઇન્ડોનેશિયાના કટ્ટરપંથી મુસ્લિમોનો વિરોધ જોતા આયોજકોએ કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. આ ફેરફાર મુજબ પ્રતિસ્પર્ધિઓએ કેટવૉક દરમિયાન પહેરેલા સ્વીમવેરની ઉપર 'સારોંગ' પણ પહેરવો પડશે. 'સારોંગ' દક્ષિણ પૂર્વ એશિયામં કમર પર બાંધીને પહેરવામાં આવતા એક વસ્ત્રને કહેવામાં આવે છે.

English summary
63rd Miss World 2013 final coronation in Bali today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X