For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાત લાખ વર્ષ જૂનો પ્રાચીન ઘોડો, વૈજ્ઞાનિકોને મળ્યા ડીએનએ

|
Google Oneindia Gujarati News

સાત લાખ વર્ષ જૂના અસ્થિ જીવાશ્મતી આધુનિક નસ્લના ઘોડાના એક અતિ-પ્રાચીન પૂર્વજના જીનોમ મળી આવ્યા છે. પ્રસિદ્ધ વિજ્ઞાન પત્રિકા નેચરમાં પ્રકાશિત શોધ અનુસાર આ જીનોમમાં અત્યારસુધી સૌથી જૂના ડીએનએ અનુક્રમ મળ્યા છે. આ ડીએનએ અનુક્રમ પહેલા મળેલા તમામ ડીએનએ અનુક્રમોથી પાંચ લાખ વર્ષ કરતા પણ વધું જૂના છે. નેચર પત્રિકામાં પ્રકાશિત આ શોધ એટલા માટે સંભવ થઇ શકી, કારણ કે ઘોડા જેવા આ જીવના મૃત્યું બાદ તેના અસ્થિઓ કેનેડાના સ્થાયી હિમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. આ અધ્યયનથી એ પણ જાણવા મળ્યું કે, ઘોડાઓની પ્રજાતિ ચાર લાખ વર્ષ પહેલા પણ ઉપસ્થિત હતી.

પ્રાચીન ઘોડાના લાંબા હાડકાંના આ અવશેષ કેનેડા સ્થિત પશ્ચિમ-મધ્ય યુકોન વિસ્તારમાં થિસલ ક્રીકમાં મળ્યા છે. જીવાશ્મ વૈજ્ઞાનિકોનુ માનવું છે કે આ ઘોડા આ ક્ષેત્રમાં અંદાજે પાંચથી સાત લાખ વર્ષ પહેલા જોવા મળતા હતા. આ અસ્થિના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે, હિમનદોંના બાચના ગરમ અવધિ દરમિયાન ગલન પછી પણ આ જોડાના ઉતક અને લોહી જમાવતા પ્રોટિન જેવા જૈવિક તત્વ બચી ગયા હતા. સામાન્ય રીતે આટલા જૂના જીવાશ્મોમાં આવા જૈવિક તત્વ બચતા નથી.

વ્યવસ્થિત રીતે કરાયા સંરક્ષિત

વ્યવસ્થિત રીતે કરાયા સંરક્ષિત

આ શોધ-પત્રના લેખકોમાના એક કોપેનહેગેન વિશ્વવિદ્યાલયના ડો. લુડોવિક ઓરલેન્ડોએ બીબીસીને જણાવ્યું છે કે આ જાણકારી ઘણી જ મહત્વપૂર્ણ છે. અમે ખરેખર ખુશ હતા, કારણ કે આ જીવાશ્મને ઘણી જ વ્યવસ્થિત રીતે સંરક્ષિત કરવામાં આવ્યા હતા. અમે વિચાર્યું કે અમે તેનું ડીએનએ કાઢીને જોઇએ કે અમે તેના જીનોમના ચરિત્રને ક્યાં સુધી જાણી શકીએ છીએ.

હાડકાં તોડીને ઘોડાના ડીએનએ મેળવ્યા

હાડકાં તોડીને ઘોડાના ડીએનએ મેળવ્યા

અનેક દેશોના વૈજ્ઞાનિકોવાળી આ શોધ ટીમે આ હાડકાંના એક ટૂકડાનો ભૂકો કરીને આ અતિ-પ્રાચીન ઘોડાના ડીએનએના અનુક્રમ અને માનચિત્ર પ્રાપ્ત કર્યા. પહેલા પ્રયાસમા વૈજ્ઞાનિકોને ખાસ સફળતા મળી નહોતી. પછી તેણે ડીએનએના એક અણુને પસંદ કર્યો અને એક વિશેષ અત્યાધુનિક ટેક્નિકની મદદથી તેનું અધ્યયન કર્યું.

આ ટેક્નિકથી સારી એવી સફળતા મળી

આ ટેક્નિકથી સારી એવી સફળતા મળી

આ ટેક્નિકના ઉપયોગથી સારી એવી સફળતા મળી અન તેના પ્રચુર માત્રામાં આંકડા મળ્યા. આ આંકડાઓની ગણના માટે વૈજ્ઞાનિકોએ ઉચ્ચ ક્ષમતાવાળા કોમ્પ્યુટરની સહાયતા લીધી. તેમણે એક જીવીત ઘોડાના જીનોમ અનુક્રમ સંદર્ભના રૂપમાં પ્રયોગ કર્યો.

12 અરબ ડીએનએનું કર્યું અધ્યયન

12 અરબ ડીએનએનું કર્યું અધ્યયન

આ અતિ-પ્રાચીન ઘોડાના ડીએનએના નમૂનામાં જીવાણું ઇત્યાદી જેવા સંક્રમણકારી જીવોના ડીએનએ એકબીજા સાથે ભળી જવાના કારણે વૈજ્ઞાનિકોને 12 અરબ ડીએનએ અનુક્રમોનું અધ્યયન કરવું પડ્યું. પછી આ શ્રમસાધ્ય પ્રક્રિયાથી મળેલા ડીએનએ અંશની સહાયતાથી તેના જીનોમનું માનચિત્ર બનાવવામાં આવ્યું.

70 ટકા ભાગનું જ માનચિત્ર બનાવી શકાયુ

70 ટકા ભાગનું જ માનચિત્ર બનાવી શકાયુ

અત્યારસુધી સંપૂર્ણ જીનોમના 70 ટકા ભાગનું જ માનચિત્ર બનાવી શકાયું છે, જે અર્થપૂર્ણ વિશ્લેષણ માટે પૂરતા હતા. થિસલ ક્રિકમાં પ્રાપ્ત આ અસ્થિમાં વાઇ ક્રોમોજોમની ઉપસ્થિતિથી એ પણ સ્પષ્ટ થયું કે આ કોઇ નર ઘોડાના અસ્થિ છે. આ ડીએનએ અધ્યયનથી ઘોડાઓ અને જેબ્રાઓની પ્રજાતિના વિકાસક્રમના ઇતિહાસ જાણવામાં પણ વૈજ્ઞાનિકોને સહાયતા મળી છે.

English summary
World's Oldest Genome Sequenced From 700000 Year Old Horse DNA
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X