For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ઓસ્ટ્રેલિયામાં એક સાથે 8 બાળકોની હત્યા, રહસ્ય અકબંધ!

|
Google Oneindia Gujarati News

મેલબર્ન, 19 ડિસેમ્બર: પાકિસ્તાનના પેશાવરમાં એક શાળામાં થયેલા આતંકવાદી હુમલા બાદ આખા વિશ્વમાં છવાયેલું માતમ હજી પુરુ નથી થયું, ઓસ્ટ્રેલિયામાં પણ આ પ્રકારની જ ઘટના સામે આવી છે. મેલબર્નમાં દોઢ વર્ષથી લઇને 15 વર્ષની ઉંમરના આઠ બાળકો એક ઘરમાં ચાકુના ઘાથી મોતને ઘાટ ઊતારી દેવામાં આવ્યા છે.

આ તમામ બાળકોના મૃતદેશ શંકાસ્પદ હાલતમાં ઘરમાંથી મળી આવ્યા હતા, પોલીસે આ અંગેની વધું તપાસ હાથ ધરી છે. આ ઘટના ઓસ્ટ્રેલિયાના કાયર્ન્સ શહેરની છે. પોલીસે જણાવ્યું કે ચાકૂના વારથી ઘાયલ થયેલા એક 34 વર્ષીય મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે, જેની સ્થિતિ હવે સ્થિર છે.

australia
આ ઘર મનૂરા નામના ઉપનગરીય વિસ્તારમાં છે. આને સંપૂર્ણ રીતે ઘેરી લેવામાં આવ્યું છે અને જાસૂસ ઘરની તલાશ લઇ રહ્યા છે. પોલીસે તેને એક કરૂણ ઘટના ગણાવી છે. તેમણે જનતાને ચિંતિત નહીં થવાની સલાહ આપી છે. પોલીસે જણાવ્યું કે એક 'ઘરની તલાશી સમયે તેમને આ બાળકોના શબ મળ્યા હતા આ તમામની ઉંમર 18 માસથી 15 વર્ષની વચ્ચે છે.'

ક્વીંસલેંડના પ્રીમિયર કેંપબેલ ન્યૂમેને જણાવ્યું કે આ ઘટનાથી તેમને ઊંડો આઘાત લાગ્યો છે અને તેઓ સંપૂર્ણ રીતે અચંબિત છે. પોલીસે આ મામલામાં ફિલહાલ કોઇની પણ ધરપકડ નથી કરી. ઘાયલ મહિલા તપાસમાં તેમને સહયોગ કરી રહી છે. આ ઘટના પર શોક વ્યક્ત કરતા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટોની એબટે એક નિવેદનમાં જણાવ્યું કે આ એક જઘન્ય અપરાધ છે.

English summary
Cairns deaths: Eight children found in Australian home.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X