For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓસ્ટ્રેલિયામાં 'વર્ક વિઝા'ના નામ પર 80 ભારતીયો સાથે ઠગાઇ

|
Google Oneindia Gujarati News

australia
મેલબોર્ન, 7 જૂન : ઓસ્ટ્રેલિયામાં આવા લગભગ 200 મામલા સામે આવ્યા છે જેમાં વચેટિયાઓએ ઓસ્ટ્રેલિયામાં કામ કરવા માટે વિઝા આપવાના નામ પર લોકો સાથે છેતરપીંડી કરી છે. આ છેતરપીંડીમાં ભારતના પણ 80 નાગરિકો શિકાર બન્યા છે. સમાચાર પત્ર ધી એજ અનુસાર વિદેશી કામગારોને વચન આપવામાં આવ્યું કે તેમને સ્થાઇ રહેઠાણ અને લાંબા સમય સુધી કામ અપાવવામાં આવશે, એવું કહીને તેમની પાસેથી 5000થી 40,000 ઓસ્ટ્રેલિયાઇ ડોલર વસૂલ કરવામાં આવ્યા.

મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે ફિલીપાઇન્સના લગભગ 29 લોકોએ કૈનબરા સ્થિત ફિલીફાઇન્સના દૂતાવાસમાં તેમને વિઝાના નામ પર વધુ રૂપિયા લીધા હોવાની ફરિયાદ કરી. 'ધી એજ'ના રિપોર્ટમાં એ પણ બતાવવામાં આવ્યુ છે કે લોકો ગીલોંગ, ગોલ્ડ કોસ્ટ અને ફિલિફાઇન્સ સ્થિત કંપનીયોના નેટવર્કથી એવા લોકોને નિશાનો બનાવી રહી છે જો કે ઓસ્ટ્રેલિયામાં કામ કરવા માટે અસ્થાઇ રીતે વીઝાની તલાશમાં હતા.

આ મામલામાં શિકાર બનેલ ભારતીય નાગરિક 27 વર્ષિય ભાવનાએ જણાવ્યું કે મેલબોર્ન સ્થિત કંપની રોડોવાન લસ્કીએ તેની સાથે ગયા વર્ષે આ વાયદો કર્યો હતો કે તેને નોકરી આપવામાં આવશે જેના માટે તેમણે 5000 ઓસ્ટ્રેલિયાઇ ડોલર ફિસ પણ આપી. ત્યારબાદ તેમને વિક્ટોરિયાના ઓસિયાન ગ્રોવ મોકલવામાં આવી અને કામના બદલામાં કોઇ મહેનતાણું આપવામાં આવ્યું નહીં.

આ ઉપરાંત છેતરપીંડીનો ભોગ બનનાર 80 ભારતીયોને કહેવામાં આવ્યું કે તેમને કામ મળવામાં મુશ્કેલી થશે, માટે તેમને મેલબોર્નમાં સફાઇ સાથે જોડાયેલ કોર્ષ કરવો પડશે. આ કોર્ષની આધિકારિક ફીસ 1300 ઓસ્ટ્રેલિયાઇ ડોલર છે, પરંતુ તેમની પાસેથી અહીંયા પણ 5000 ઓસ્ટ્રેલિયાઇ ડોલર વસૂલવામાં આવ્યા.

ઓસ્ટ્રેલિયાઇ વિઝા યોજના આરએસએમએસના ઉપવર્ગ 187 અનુસાર રોજગાર દાતાઓને એ હક છે કે ઘરેલુ શ્રમિક બજારમાં કર્મચારિઓની કમી હોવાની સ્થિતિમાં વિદેશી કર્મચારિઓની વરણી કરી શકે છે.

English summary
According to reports 80 Indians were reportedly duped to pay excessive fee for an Australian working visa by recruitment agents.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X