For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગર્ભપાત કાનૂનમાં પરિવર્તન માટે આખરે આયર્લેન્ડ તૈયાર

|
Google Oneindia Gujarati News

savita
ડબલિન, 19 ડિસેમ્બર: ગર્ભપાત કાનૂનમાં પરિવર્તન માટે આયર્લેન્ડ આખરે તૈયાર થયું છે. આ નિર્ણય 31 વર્ષીય ભારતીય મહિલા સવિતાના મૃત્યુને લઇને આયર્લેન્ડની થઇ રહેલી ટિકા બાદ લેવામાં આવ્યો છે. ગાલવે યુનિવર્સિટી હોસ્પિટલમાં 28 ઓક્ટોબરના રોજ સવિતાનું એટલા માટે મોત થઇ ગયું હતું કારણ કે તેની સ્થિતિ ખરાબ ગયા બાદ પણ ગર્ભપાતની અનુમતિ આપવામાં આવી ન્હોતી. તે 17 સપ્તાહની ગર્ભવતી હતી અને રક્તસ્રાવથી જૂજી રહી હતી.

સવિતાના પતિએ કહ્યું હતું કે તેમણે પત્નીનું ગર્ભપાત કરવા માટે વારંવાર અનુરોધ કર્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેમને આઇરીશ કાનૂનનો હવાલો આપીને ગર્ભપાત કરવાવની ના કહી દીધી હતી.

ટેલિગ્રાફના અનુસાર આયર્લેન્ડ સરકારે એ કાનૂનને રદ કરવાનો નિર્ણય કર્યો છે, જે ગર્ભપાતને આપરાધિક કૃત્ય ગણાવે છે. સરકારે એવો નિયમ લાવવાનો નિર્ણય કર્યો છે કે મહિલાનો જીવ જોખમમાં હોય તેવી સ્થિતિમાં ડોક્ટરો ગર્ભપાત કરી શકે છે.

અખબારના અનુસાર સ્વાસ્થ્ય મંત્રી ડો જેમ્સ રીલીએ જણાવ્યું કે ' હું જાણું છું કે મોટાભાગના લોકોની આ મામલે જુદી જુદી માન્યતા છે, પરંતુ સરકાર એ સુનિશ્ચિત કરવા માગે છે કે આયર્લેન્ડમાં ગર્ભવતી મહિલાઓ સુરક્ષિત રહે. અમે તેમની દેખભાળ કરવા માટે અમારી ફરજ નીભાવીશું'

રીલીએ જણાવ્યું કે 'આના માટે અમે એ સ્થિતિ માટે કાનૂન તથા નિયમમાં સ્પષ્ટ કરીશું કે જ્યારે ગર્ભથી મહિલાના જીવનને ખતરો હોય તો ઇલાજ માટે શું કરવું જોઇએ.'
પ્રધાનમંત્રી ઇંડા કેન્નીએ જણાવ્યું કે નવા વર્ષમાં મુસદ્દો તૈયાર થઇ જશે અને ઇસ્ટર સુધી કાનૂન ગઢાઇ જશે.

English summary
Ireland on Tuesday announced it will legalise abortions when the mother’s life is at risk, weeks after the death of Indian dentist Savita Halappanavar who died after being refused an abortion in the European country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X