For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

162 મુસાફરો સાથે એર એશિયાનું વિમાન ગુમ

|
Google Oneindia Gujarati News

જકાર્તા, 28 ડિસેમ્બર: એક દુ:ખદ સમચાર જકાર્તાથી આવી રહ્યા છે, ઇંડોનેશિયાના સુરાબાયા શહેરથી સિંગાપોર જઇ રહેલું એર એશિયાનું વિમાન સવારે લગભગ પોણા પાંચ વાગે હવાઇ ટ્રાફીક નિયંત્રણ(એટીસી)ના સંપર્કથી બહાર જતુ રહ્યું હતું. આ સમાચાર એજન્સી સિન્હુઆએ આપ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે વિમાનના ગુમ થયાના સમાચાર એર એશિયા તરફથી આપવામાં આવ્યા છે.

air asia
એર એશિયાના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ર એશિયા ઇંડોનેશિયાને એ વાતની ખરાઇ કરતા અફસોસ થઇ રહ્યો છે કે સુરાબાયાથી સિંગાપોર માટે રવાના થયેલ ક્યૂજેડ 8501 વિમાનનો સવારે 7.24 કલાકે સંપર્ક તૂટી ગયો. યાત્રીઓ અને ચાલક દળના સંબંધમાં કોઇ સૂચના નથી આપવામાં આવી, પરંતુ રાહત અને બચાવ કાર્ય પ્રગતિ પર છે અને વિમાનન કંપની રાહત સેવામાં સહયોગ કરી રહી છે.

એર એશિયાએ વિમાનમાં સવાર યાત્રીઓના પરિજનો અને મિત્રો માટે ઇમરજન્સી કેન્દ્ર શરૂ કરી દીધું છે અને એક નંબર +622129850801, +622129850801 પણ જારી કર્યો છે. આપને જણાવી દઇએ કે આ વિમાનમાં 155 યાત્રી અને 6 ક્રૂ મેંબર્સ સવાર હતા.

English summary
An AirAsia flight with 162 people aboard reportedly gone missing this morning after takeoff from Indonesia on the way to Singapore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X