For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: યમનમાં ફસાયેલા ભારતીયોને ઇન્ડિયન નેવીએ કંઇક આ રીતે બચાવ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 એપ્રિલ: યમનમાં ફંસાયેલા 348 ભારતીયોને સુરક્ષિત નિકાળી લાવવામાં આવ્યા છે. આ જાણકારી ભારતના વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીનના અનુસાર, નૌકાદળનું યુદ્ધક વિમાન આઇએનએસ સુમિત્રા મંગળવારે સાંજે અદન પહોંચ્યું હતું. ત્યારબાદથી આ આખુ અભિયાન મોડી રાત સુધી ચાલ્યું. સંઘર્ષરત યમનથી નિકાળવામાં આવેલા ભારતીયોને નૌકાદળના યુદ્ધપોત આઇએનએસ સુમિત્રા દ્વારા જિબૂતિ લઇ જવામાં આવ્યા છે.

ત્યાંથી આ લોકોને ચાર વિમાનથી ભારત લાવવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે યમનના હુતી વિદ્રોહિયોની વિરુદ્ધ સાઉદી અરબના નેતૃત્વવાળા ગઠબંધન સેનાએ ગયા અઠવાડીએ સેન્ય કાર્યવાહી શરૂ કરી હતી. યમનમાં હજી પણ લગભગ ચાર હજાર ભારતીયો ફંસાયેલા છે. આવો તસવીરોમાં જોઇએ કે કેવી રીતે ભારતીય સેનાએ 348 લોકોને હેમખેમ બહાર નીકાળી લેવામાં આવ્યા.

યમનમાં ફંસાયેલા ભારતીયોને ઇન્ડિયન નેવીએ કેવી રીતે બચાવ્યા, જુઓ તસવીરોમાં...

જિબૂતીમાં હાજર છે વિદેશ રાજ્યમંત્રી

જિબૂતીમાં હાજર છે વિદેશ રાજ્યમંત્રી

જિબૂતીમાં વિદેશ રાજ્ય મંત્રી જનરલ (નિવૃત્ત) વીકે સિંહ હાજર છે. તેઓ એ સુનિશ્ચિત કરશે કે જે લોકોને યમનથી નિકાળવામાં આવી રહ્યા છે, તેઓ સુરક્ષિત ભારત પહોંચે.

હજી પણ ચાર હજાર ભારતીયો ફસાયેલા છે

હજી પણ ચાર હજાર ભારતીયો ફસાયેલા છે

યમનના હૂતી વિદ્રોહિયોની વિરુદ્ધ સાઉદી અરબના નેતૃત્વવાળી ગઠબંધન સેનાએ ગયા અઠવાડીએ કાર્યવાહી શરૂ કરી હતી. યમનમાં હજી પણ ચાર હજાર ભારતીયો ફસાયેલા છે.

બંદર પણ યોગ્ય સ્થિતિમાં નથી

બંદર પણ યોગ્ય સ્થિતિમાં નથી

અકબરુદ્ધીને જણાવ્યું કે યમનમાં પરિસ્થિતિ ઠીક નથી. અત્રેનું બંદર પણ યોગ્ય સ્થિતિમાં નથી.

યમનની સુરક્ષા સ્થિતિને લઇને પણ ચિંતા

યમનની સુરક્ષા સ્થિતિને લઇને પણ ચિંતા

યમનની સુરક્ષા સ્થિતિને લઇને પણ ચિંતા હતી, પરંતુ ભારતીય દૂતાવાસે અદનના અધિકારીઓની સાથે સારો એવો તાલમેલ બેસાડ્યો છે.

દરેક ભારતીયોને નિકાળવામાં આવશે

દરેક ભારતીયોને નિકાળવામાં આવશે

વિદેશ મંત્રાલયનું કહેવું છે કે યમનમાં રહેતા દરેક ભારતીયને જ્યાં સુધ હેમખેમ નીકાળી નહીં લેવામાં આવે ત્યાં સુધી આ અભિયાન ચાલુ રહેશે.

ભારતીયો માટે બોટ અને ખાસ વિમાનની વ્યવસ્થા

ભારતીયો માટે બોટ અને ખાસ વિમાનની વ્યવસ્થા

યમનની ભૌગોલિક સ્થિતિ અલગ અલગ છે, એટલા માટે ભારતીયોને નિકાળવા માટે ખાસ વિમાન અને જહાજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આઇએનએસ સુમિત્રા મંગળવારે સાંજે અદન પહોંચ્યું

આઇએનએસ સુમિત્રા મંગળવારે સાંજે અદન પહોંચ્યું

નૌકાદળનું યુદ્ધક વિમાન આઇએનએસ સુમિત્રા મંગળવારે સાંજે અદન પહોંચ્યું હતું. ત્યારબાદ ત્યાં આ અભિયાન આખી રાત ચાલ્યું હતું.

આઇએનએસ સુમિત્રા દ્વારા જિબૂતિ લઇ જવામાં આવ્યા

આઇએનએસ સુમિત્રા દ્વારા જિબૂતિ લઇ જવામાં આવ્યા

સંઘર્ષરત યમનથી નિકાળવામાં આવેલા ભારતીયોને નૌકાદળના યુદ્ધપોત આઇએનએસ સુમિત્રા દ્વારા જિબૂતિ લઇ જવામાં આવ્યા છે.

ચાર વિમાનોમાં ભારત લાવવામાં આવી રહ્યા છે

ચાર વિમાનોમાં ભારત લાવવામાં આવી રહ્યા છે

જિબૂતિથી આ લોકોને ચાર વિમાનથી ભારત લાવવામાં આવી રહ્યા છે.

English summary
Nearly 349 Indian nationals were rescued on Tuesday by the Indian Navy from the strife-torn Yemen’s Aden city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X