For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: શું તમે ક્યારેય મદનિયાને લસરપટ્ટી ખાતું જોયું છે?

ચીનમાં માત્ર 2 વર્ષના એક મદનિયાનાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે કાદવવાળા ઢાળ પર લસરતું જોવા મળે છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

હાથી એવું પ્રાણી છે જે પોતાના વિશાળ કદની સાથે સમજદારી માટે પણ વખણાય છે. ચીનમાં એક મદનિયાની સમજદારીનો જ એક વીડિયો ખૂબ વાયરલ થયો છે. કાદવવાળા ઢાળ પર સાચવીને ચાલવાની મહેનત કરવાની જગ્યાએ આ મદમસ્ત મદનિયાએ લસરપટ્ટીની માફક લસરવાનું પસંદ કર્યું અને આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ. આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં જ તરત વાયરલ થઇ ગયો હતો.

baby elephant video china

આ મદનિયું હાલ માત્ર 2 વર્ષનું છે. ઘટના ચીનના યુનાન પ્રાંતની છે. લગભગ બે વર્ષ પહેલાં અહીંના ગ્રામવાસીઓને આ મદનિયું ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું, તેમણે તેને તરત જ રેસ્ક્યુ સેન્ટર પહોંચાડ્યું, જ્યાં તેનો ઇલાજ કરવામાં આવ્યો. મદનિયાનું નામ છે, યાંગ નિયુ અને તેનો અર્થ પણ ઘણો રસપ્રદ છે. યાંગ નિયુનો અર્થ છે, ગોટ્સ ડોટર. જ્યારે યાંગ નિયુ સાવ નાનું હતું ત્યારે ગ્રામવાસીઓ તેને બાળકની માફક બોટલથી ફીડિંગ કરાવતા હતા, ત્યાર બાદ તેને આ નામ આપવામાં આવ્યું.

વીડિયોમાં જોઇ શકાય છે કે, મદનિયું કેટલી સરળતાથી બે પગ અને પેટના આધારે ઢાળ પર લસરે છે અને આ નાનકડી રાઇડની મજા માણે છે. યાંગ નિયુનો આ ક્યુટ વીડિયો જુઓ અહીં...

English summary
A 2 year baby elephant slid down the muddy hill in China. Video is going viral on social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X