For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોશિંગ મશીનના ડ્રાયર ટ્યૂબમાં ફંસાયેલી 2 વર્ષની બાળકીનો આબાદ બચાવ

|
Google Oneindia Gujarati News

બેઇજીંગ, 5 જાન્યુઆરી: જો આપ ઘરમાં વોશિંગ મશીનનો ઉપયોગ કરતા હોવ તો આ સમાચાર આપને ભયભીતની સાથે ખબરદાર કરી દેશે. હા વોશિંગ મશિન આપના બાળક માટે જીવલેણ સાબિત થઇ શકે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ચીનના હોનટોન શહેરમાં સામે આવ્યો છે જ્યાં 2 વર્ષની બાળકી એક વોશિંગ મશીનમાં એવી રીતે તો ફસાઇ ગઇ કે તેને બચાવવી મૂશ્કેલ થઇ ગયું. આ બાળકીને મશીનમાંથી કાઢવા માટે ફાયર બ્રિગેડના અધિકારીઓને બોલાવવા પડ્યા.

china
પ્રાપ્ત જાણકારી અનુસાર બાળકી ઘરમાં ચાલતા-ચાલતા અચાનક મશીનમાં પડી ગઇ. બાળકીની માતાએ પહેલા તો તેને જાતે જ નીકાળવાની કોશીશ કરી, પરંતુ તેનાથી બાળકી નીકળી શકી નહીં એટલે તેણે તેની જાણ ફાયર બ્રિગેડના જવાનોને કરી. બાળકી વોશિંગ મશીનના સ્પીન ડ્રાયર ટ્યૂબમાં ફંસાઇ ગઇ હતી.

ફાયર ફાઇટર્સના કર્મચારીઓ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા અને વોશિંગ મશીનને કાપીને બાળકીને બહાર નીકાળવામાં લાગી ગયા. જોકે ડ્રાયર ટ્યૂબ ખૂબ જ પાતળી હતી એટલા માટે તેને મશીનથી કાપવામાં સમસ્યા થઇ રહી હતી. ભારે ઝહેમત બાદ ફાયરબ્રિગેટના જવાનોએ ટ્યૂબને કાપીને બાળકીને બહાર નીકાળી દીધી. આ બચાવ અભિયાન લગભગ 1 કલાક સુધી ચાલ્યું. ડોક્ટરોએ બાળકીનું ચેકપ કર્યું અને જણાવ્યું કે તેની તબિયત એકદમ ઠીક છે.

English summary
In North Chinese city of Honhot, a two-year-old baby was on Monday rescued by firefighters from a laundry machine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X