ચીને રમઝાનમાં અધિકારીઓને રોજા રાખવા પર મૂક્યો પ્રતિબંધ

Subscribe to Oneindia News

ચીનની સરકારે રમજાનના સમયે પોતાના સરકારી અધિકારીઓ, ટીચર્સ અને વિદ્યાર્થીઓને રોજા રાખવા પર પ્રતિબંધ મૂક્યો છે. ચીનની સરકારે તેની વેબસાઇટમાં આ આદેશ જાહેર કર્યો છે. આ આદેશ ચીનની સેન્ટ્રલ શિનજિયાંગ સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યો છે. ચીનના સેન્ટ્રલ શિનજિયાંગના કોરલા શહેરની સરકારી વેબસાઇટ પર આ આદેશ વિષે લખ્યું છે. પાર્ટીના સદસ્ય, કૈડર્સ, સરકારી અધિકારી, વિદ્યાર્થી અને લધુમતીઓને આદેશ આપવામાં આવે છે કે તે રામઝાન દરમિયાન રોજા ના રાખે સાથે જ કોઇ પણ પ્રકારની ધાર્મિક ગતિવિધિનો ભાગ ન બને. વધુમાં રમઝાન માસ દરમિયાન ખાવા-પીવાનો વેપાર પણ બંધ ના રહેવો જોઇએ. ઇન્ડિપેન્ડેન્ટના રિપોર્ટ મુજબ માનવઅધિકાર સંગઠનોનો દાવો છે કે આ ક્ષેત્રમાં હાજર 10 મિલિયન ઉઇગ્યૂર મુસલમાનોની લધુમતી વસ્તી રહે છે. આ તમામ લોકો અને ચીની સુરક્ષાદળો વચ્ચે અવાર નવાર આવા ધાર્મિક પ્રતિબંધોના કારણે સંધર્ષ થતા રહે છે.

ramzan

58 ટકા મુસ્લિમ

ચીને આ આદેશ જે પ્રાંતમાં આપ્યો છે ત્યાં 58 ટકા વસ્તી મુસ્લિમ છે. ખલીજ ટાઇમ્સમાં વર્લ્ડ ઉઇગ્યૂર કોંગ્રેસના નેતાએ પોતાનું નિવેદન આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે ચીન ગત વર્ષે પણ આ પ્રતિબંધ લગાવી ચૂક્યો છે. અને ચીનને લાગે છે કે ઉઇગ્યૂર સમાજનો ઇસ્લામ પર વિશ્વાસ તેના નેતૃત્વ માટે ખતરારૂપ બની શકે છે. ગત વર્ષે પણ કમ્યૂનિસ્ટ પાર્ટીએ નિયમોનો હવાલો આપી રમઝાન ન રાખવા અંગે જણાવ્યું હતું.

English summary
The Chinese government has imposed a ban on civil servants, teachers and students from fasting during Ramadan.
Please Wait while comments are loading...