For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાયના દૂધથી એઇડ્સનો ઉપચાર સરળ બનાવી શકાય છે!

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 17 નવેમ્બર: સામાન્ય રીતે એઇડ્સથી બચવા અને ઉપચારમાં પ્રયોગ થનારી એંટી-રેટ્રોવાયરલ દવાઓ પાણીમાં ખૂબ જ ભળી નથી શકતી. પરંતુ આ એંટી-રેટ્રોવાયરલ દવાઓથી યુક્ત દૂધ બાળકોને એચઆઇવી સંક્રમણથી બચાવવા અને ઉપચારમાં ખૂબ જ મદદ કરી શકે છે.

શોધકર્તાઓની એક ટીમે ગાયના દૂધમાં એક પ્રોટીનની સંરચનામાં ફેરબદલ કરીને તેમાં એંટી-રેટ્રોવાયરલ દવાને દ્રવણશીલ બનાવવાનો નવો રસ્તો શોધી લેવામાં આવ્યો છે. નવજાત બાળકો મોટાભાગે એંટી-રેટ્રોવાયરલ દવાઓ સહન નથી કરી શકતા.

એચઆઇવીથી બચાવ અને ઉપચારમાં પ્રયોગ કરવામાં આવતી સૌથી સામાન્ય દવા રિટોનાવીરના ઘણા બધા દુષ્પ્રભાવ પણ છે. અમેરિકાની પેનસિલ્વાનિયા સ્ટેટ યુનિવર્સિટીમાં ખાદ્ય વિજ્ઞાનના સહાયક પ્રોફેસર ફેટેરિકોને હાર્ટે જણાવ્યું 'આ ભૌતિક-રાસાયણિક ગુણ શિશુઓની વ્યવસ્થાને પડકાર આપે છે.'

cow milk
આ સમસ્યાને ઉકેલવા માટે હાર્ટે ગાયના દૂધમાં મળતા એક પ્રોટીન સમૂહ 'કેસિંસ' પર પ્રયોગ કરીને જોયો. સ્તનપાઇઓના દૂધમાં મળતા કેસિંસ પ્રોટીન, માતાથી બાળકમાં એમિનો એસિડ અને કેલ્શિયમ જવાની પ્રાકૃતિક વ્યવસ્થા છે. હાર્ટે વિચાર્યું કે આ રિટોનાવીર દવાના અણુઓને પણ વિતરિત કરી શકે છે.

દૂધને અતિ-ઉચ્ચ દબાણમાં સમરૂપ કરવાથી કેસિંગના ગુણોની બાઇંડિંગમાં વધારો થયો. હાર્ટે જણાવ્યું, 'અણુઓની વધેલી બાઇંડિંગના પરિણામ બાદ , અમે માન્યું કે પાણીમાં બહુ નહીં ભળનારી દવાને બાળકોમાં પહોંચાડવા માટે રિટોનોવીર યુક્ત દૂધના પાઉડરનો પ્રયોગ કરી શકાય છે.'

તેમણે જણાવ્યું કે 'હજી અમે પરીક્ષણ કરી રહ્યા છીએ અને પ્રયોગના છેલ્લા ચરણોમાં છે, જેમાં અમે ભૂંડના બાળકોમાં ત્રણ અલગ અલગ પ્રયોગ કર્યા છે.' આ શોધ ઓનલાઇન જર્નલ 'ફાર્માસ્યૂટિકલ રિસર્ચ'માં પ્રકાશિત થઇ છે.

English summary
A novel method of altering a protein in cow's milk to bind with an antiretroviral drug promises to greatly improve treatment for infants and young children suffering from HIV/AIDS, according to a new study.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X