For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવયાની કેસમાં અમેરિકાની આડોડાઇ: નહીં લે કેસ પાછો, નહી માંગે માફી

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 20 ડિસેમ્બર: અમેરિકાએ ભારતીય મહિલા રાજદૂત દેવયાની ખોબરાગડેના મામલે આરોપ પાછા લેવા અને તેની સાથે થયેલા અવ્યવહાર બદલ માફી માગવાની બંને માગોનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો છે. દેવયાનીને ગયા સપ્તાહે ન્યૂયોર્કમાં ધરપકડ કરવામાં આવી હતી.

વિદેશ વિભાગની પ્રવક્તા મેરી હર્ફે જણાવ્યું કે 'અમે આ આરોપોને ખૂબ જ ગંભીરતાથી લીધા છે. અમે આ આરોપોથી કોઇપણ સંજોગોમાં પાછા નહીં હટીએ. ફરીથી જણાવી દઉ કે આ કાયદાના પાલનનો મુદ્દો છે.' એવું પૂછાતા કે શું દેવયાનીને છોડી મૂકવામાં આવશે અને અમેરિકન કોર્ટમાંથી આરોપોને રદ કરી દેવાના આદેશ આપવામાં આવશે? હર્ફે જણાવ્યું કે નહીં. રાજદૂતની વિરુધ્ધ આરોપોને રદ કરવાનો ઇનકાર કરતા તેમણે જણાવ્યું કે મને ફરિયાદની વિગતવાર માહિતી નથી અને મને નથી લાગતું કે ફરિયાદ પાછી લેવા પર કોઇ વિચાર કરી રહ્યું છે.

મહારાષ્ટ્રના પૂર્વ વરિષ્ઠ અધિકારી અને ન્યૂયોર્કમાં નિયૂક્ત ભારતીય નાયબ કોન્સલ જનરલ દેવયાની ખોબરાગડેના પિતા ઉત્તમ ખોબરાગડેએ ગુરુવારે ચેતાવણી આપતા જણાવ્યું કે જો અમેરિકામાં તેમની પુત્રીને ન્યાય નહીં મળ્યો તો તેઓ ભૂખ હડતાળ કરશે. ઉત્તમ ખોબરાગડેએ જણાવ્યું કે હું હવેના ઘટનાક્રમની રાહ જોઇશ અને આવતા અઠવાડીએ દિલ્હી જઇશ. હું ત્યાં વડાપ્રધાન મનમોહન સિંહને મળીશ અને યુપીએની અધ્યક્ષા સોનિયા ગાંધીને મળવાની કોશિશ કરીશ. પરંતુ જો મારી પુત્રીને ન્યાય નહીં મળ્યો તો હું ભૂખ હડતાળ કરીશ.

devyani
અત્રે ઉલ્લેખનીય છે કે ખોબરાગડેને ન્યૂયોર્કમાં વિઝા છેતરપિંડી અને પોતાની નોકરાણીનું આર્થિક શોષણ કરવાના આરોપમાં જાહેરમાં ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત તેમને ગંભીર ગૂનાના આરોપીઓ, સેક્સવર્કરોની હરોળમાં ઊભા રખાયા હતા. અને કપડા ઉતરાવીને તેમની તલાશી લેવામાં આવી હતી. અમેરિકન પોલીસ તંત્રના આવા વલણને પગલે ભારતે સખત વિરોધ નોંધાવ્યો છે, અને દેવયાની પરના આરોપો પાછા લેવા તથા માફી માગવાની માંગ કરી હતી.

English summary
The United States has ruled out acceding to either of the two Indian demands - withdrawal of charges against its diplomat Devyani Khobragade, and an apology for alleged mistreatment, after her arrest in New York last week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X