For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રંપની ટાઇ ટાઇ ફીશ, ઓબામાના આ બિલનું કંઇ ઉખાડી ના શક્યા!

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને એક મોટો રાજનૈતિક ઝટકો લાગ્યો છે. તે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના હેલ્થકેયર પ્લાનને પાછો લેવામાં અક્ષમ રહ્યા છે. વધુ વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને ત્યારે મોટો રાજનૈતિક ઝટકો લાગ્યો જ્યારે તેમની જ પાર્ટીના નેતાઓએ તેમના હેલ્થકેયર પ્લાનને સપોર્ટ ના કર્યો. શુક્રવારે અમેરિકી કોંગ્રેસમાં તેમની પર તેમની જ પાર્ટીના નેતાઓનો હેઠળ દબાવવાનો વારો આવ્યો. ઓબામાકેયરની જગ્યાએ નવું હેલ્થકેયર બિલ રજૂ કરવામાં આવ્યું. પણ તેને જરૂરી વોટ્સ ના મળતા આ બિલને પસાર ન કરાઇ શકાયું. વર્ષ 2016માં ટ્રંપ જ્યારે રાષ્ટ્રપતિ ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમણે અમેરીકી હેલ્થકેયર સિસ્ટમને ફરીથી ઠીક કરવાની વાત કરી હતી.

trump

વળી તેમના ચૂંટણી એજન્ડામાં પણ આ વાત કરવામાં આવી હતી. વધુમાં ચૂંટણી પહેલા તેમના અનેક સંબોધનમાં ડોનાલ્ડ ટ્રંપે કહ્યું હતું કે જો તે રાષ્ટ્રપતિ બન્યા તો તે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના હેલ્થકેયર પ્લાનની જગ્યાએ પોતાનો એક નવો હેલ્થકેયર પ્લાન લાગશે. પણ આ તમામ પછી જ્યારે શુક્રવારે ટ્રંપે હેલ્થકેયર બિલ રજૂ કર્યું તો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકરે પોલ રેયાને તે વાત સાફ કરી દીધી કે બિલ કરાવવા માટે 216 પ્રતિનિધિના વોટ નથી મળ્યા. જે કારણે રાષ્ટ્રપતિ ટ્રંપે આ બિલને પાછું લઇ લીધું.

Read also:હું જે પદ પર છું, એનો શ્રેય ટ્વીટરને જાય છેઃ ડોનાલ્ડ ટ્રંપ

જે પછી ટ્રંપે કહ્યું કે તે આ વાતથી ખૂબ જ નિરાશ છે. 20 જાન્યુઆરીથી ઓફિસ સંભાળ્યા પછી ટ્રંપનું આ નવો હેલ્થકેયર પ્લાન સૌથી મોટું બિલ માનવામાં આવતું હતું. પણ આ બિલને પસાર કરતી વખતે ડેમોક્રેટિકની સાથે સાથે રિપબ્લિક પણ જોડાયા તો ટ્રંપને નીચા જોવા જણું થયું હતું. નોંધનીય છે કે ટ્રંપે દાવો કર્યો હતો કે તેની સરકાર આવતા જ 100 દિવસની અંદર તે ઓબામાકેયરને રિપ્લેસ કરશે. નોંધનીય છે કે વોટિંગ પહેલા પણ રાષ્ટ્રપતિ ટ્રંપે બિલને પસાર કરવા તેમની પાર્ટીના નેતાઓને ચેતવ્યા હતા કે જો તે બિલના પક્ષમાં વોટ નહીં નાંખે તો અન્ય વર્ષો સુધી તેમને ટ્રંપની સાથે જ રહીને કામ કરવાનું છે. પણ તેમ છતાં લગભગ 35 જેટલા રિપબ્લિકન નેતાઓ ટ્રંપ અને આ બિલની વિરુદ્ધ ઊભા રહ્યા હતા.

English summary
Setback for US President Donald Trump as Republican leaders have pulled back his healthcare plan to replace Obamacare.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X