For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય એન્જિનિયરની પત્નીને જોઇએ ટ્રંપ સરકાર પાસેથી જવાબ

શ્રીનિવાસની કંપની ગાર્મિન દ્વારા શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં હતી, જેમાં સુનયના પણ હાજર રહ્યાં હતા. શ્રીનિવાસ ગાર્મિનમાં જ એવિએશન સિસ્ટમ્સ એન્જિન્યર તરીકે કામ કરતા હતા.

By Shachi
|
Google Oneindia Gujarati News

અમેરિકા માં મૃત્યુ પામેલા 32 વર્ષીય ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોટલાની પત્ની સુનયના દુમાલાએ પોતાના પતિની હત્યા પર ટ્રંપ સરકાર પાસે જવાબ માંગ્યો છે.

indian engineer

અમેરિકાના બારમાં નશામાં ધૂત્ત એક વ્યક્તિની ક્રૂરતાનો શિકાર બનનાર શ્રીનિવાસ કુચિભોટલાની પત્ની સુનયનાએ કહ્યું કે, મારા મગજમાં એક સવાલ છે. શું અમે અહીંના છીએ? આપણે ઘણીવાર સમાચારપત્રોમાં ગોળીબારની ઘટનાઓ અંગે વાંચતા હોઇએ છીએ અને વિચારીએ છીએ કે અમે કઇ રીતે સુરક્ષિત રહી શકીએ. હું હંમેશા મારા પતિને પૂછતી કે શું આપણે અમેરિકામાં રહેવું જોઇએ? મારા પતિ હંમેશા મને ખાતરી આપતા કે, અમેરિકામાં સારી ઘટનાઓ બને છે, તેમને અમેરિકા પર ભરોસો હતો.

ગાર્મિનમાં જ એવિએશન એન્જિન્યર હતા શ્રીનિવાસ

ઉલ્લેખનીય છે કે, શ્રીનિવાસની કંપની ગાર્મિન દ્વારા શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં હતી, જેમાં સુનયના પણ હાજર રહ્યાં હતા. શ્રીનિવાસ ગાર્મિનમાં જ એવિએશન સિસ્ટમ્સ એન્જિન્યર તરીકે કામ કરતા હતા.

જાતિવાદનો શિકાર બન્યા એન્જિનિયર

શ્રીનિવાસના પત્નીએ આગળ કહ્યું કે, તેઓ બંન્ને પોતાના ફેમિલિ પ્લાનિંગ અંગે વિચારી રહ્યાં હતા. ત્યારે સુનયનાએ પોતાના પતિને કહ્યું હતું કે, જાતિવાદને કારણે ઘણા લોકો તેમને સારી રીતે નથી જોતાં. ત્યારે તેમના પતિએ કહ્યું હતું કે, સારા લોકો સાથે હંમેશા સારું જ થાય છે, તો શું આ જે થયું તે સારુ છે?

અહીં વાંચો - ISISના ચંગુલમાંથી છૂટેલા ડૉક્ટરે જણાવી પોતાની આપવીતીઅહીં વાંચો - ISISના ચંગુલમાંથી છૂટેલા ડૉક્ટરે જણાવી પોતાની આપવીતી

સોમવારે હૈદ્રાબાદ લઇ જવાશે એન્જિનિયરનું શબ

ઉલ્લેખનીય છે કે, ભારતીય એન્જિનિયર શ્રીનિવાસનું શબ સોમવારે તેમના હૈદ્રાબાદ સ્થિત ઘરે લઇ જવાશે. તેલંગાણાના પ્રવાસી ભારતીય મામલાના મંત્રી કે.ટી.રામા રાવે કહ્યું કે, કુચિભોટલાનું શબ એર ઇન્ડિયાના વિમાન દ્વારા રાતે 9.45 વાગે પહોંચશે.

English summary
The wife of Srinivas Kuchibhotla, who was shot dead in a Kansas City bar in an apparent hate crime, held a press conference on Friday demanding answers from the government over the measures US would take to safeguard its minorities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X