For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખરે મોદીના લીધે કેમ પરેશાન છે હિના રબ્બાની?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કાઠમાંડૂ, 25 નવેમ્બર: ફરી એકવાર પાકિસ્તાનની પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાની ખાર ચર્ચામાં છે પરંતુ આ વખતે ચર્ચાનું કારણ તેમના અને બિલાવલ ભુટ્ટોની લવસ્ટોરી નથી પરંતુ તેની પાછળ તેમનું તે નિવેદન છે જે તેમણે ઇંડિયા ટૂડેના ગ્લોબલ રાઉંડ ટેબલ સમિટમાં આપ્યું છે.

ઇંડિયા ટૂડેની ગ્લોબલ રાઉંડ ટેબલ સમિટનું ઉદઘાટન ઇંડિયા ટૂડે ગ્રુપના એડિટર-ઇન-ચીફ અરૂણ પુરીએ કર્યું. આ રાઉંડ ટેબલ સમિટમાં અરૂણ પુરીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે આખા વિશ્વ માટે આતંકવાદ એક ચિંતાનો વિષય છે.

જેના પર પાકિસ્તાનની પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાનીએ એવી વાત કહી જેને સાંભળીને દરેક જણ હતપ્રભ રહી ગયું. આ સમિટને ગ્લોબલ રાઉંડ ટેબલ ડિસ્કશન માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ હિના રબ્બાનીએ તેને પણ એક રાજકીય મંચ બનાવી દિધું. હિના રબ્બાનીને પૂછવામાં આવ્યું કે શું તેમને લાગે છે કે ભારત અને પાકિસ્તાન સારા મિત્ર બની શકે છે જેના પર હિના રબ્બાનીએ એકદમ ઉડાઉ જવાબ આપતાં કહ્યું કે તે ભારતના હાઇકમાન્ડ નરેન્દ્ર મોદીની સેક્યુલર છબિને લઇને ખૂબ ચિંતિત છે અને તેના લીધે તે ખૂબ પરેશાન પણ રહે છે અને કદાચ આ પરેશાનીના લીધે બંને દેશના સંબંધ સુધરી રહ્યાં નથી.

modi-hina-600.jpg

મોદીના લીધે પરેશાન હિના રબ્બાની ખાર
જેના પર ભાજપ પ્રવક્તા મીનાઅક્ષી લેખીએ હિના રબ્બાને ઘેરી લીધું તેમણે કહ્યું કે તમે નરેન્દ્ર મોદીની સેક્યુલર છબિને લઇને પરેશાન છો પરંતુ પાકિસ્તાનની સેક્યુલર છબિ તમને દેખાતી નથી, જ્યાં ઝડપથી હિંદુઓની સંખ્યામાં ઘટાડો આવ્યો છે.

જેના પર હિના રબ્બાનીને મરચાં લાગી ગયાં અને તેમણે કહ્યું કે અમને ખબર છે કે અમારો દેશ શું કરી રહ્યો છે પરંતુ મને લાગે છે કે આ ચર્ચા ફક્ત અમારા અને ભારત વચ્ચે થઇ રહી છે, હું નાખુશ છું જે પ્રકારે ડિબેટ થઇ. આ 'મારા કહેવા અને પછી તમારા કહેવા' સુધી જ સિમિત થઇ ગઇ છે.

મિનાક્ષી લેખીએ હિના રબ્બાની આપ્યો મુંહ તોડ જવાબ
હિના રબ્બાનીએ કહ્યું કે આપણા સંબંધ સારા નથી પરંતુ તમે કાશ્મીર પર કોઇ વાત કરતા નથી જેનો અર્થ તો એ થયો કે તમે પણ મિત્રતા ઇચ્છતા નથી. પરંતુ હિનાની આ વાતને મિનાક્ષી લેખીએ મુંહ તોડ જવાબ આપ્યો અને કહ્યું કે તથ્યો વિના અને ભાવનાઓ વિશે પાકિસ્તાન વાતો કરતું આવ્યું છે અને આજે પણ કરી રહ્યું છે. ભારતે હંમેશા શાંતિ અને પ્રેમની વાતો કરી છે પરંતુ અમારી નરમાઇનો પડોશી દેશે હંમેશા ગેરફાયદો ઉઠાવ્યો છે.

English summary
India and Pakistan cannot afford to be delusional while hoping to for a meaningful relationship and There was a complete negative image of PM Modi in Pakistan before the elections said former Pakistan foreign minister Hina Rabbani Khar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X