For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અસૈન્ય પરમાણુ કરાર અને મુક્ત વ્યાપાર સમજૂતી પર ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સહમતિ

|
Google Oneindia Gujarati News

મેલબોર્ન, 18 નવેમ્બરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસના પાંચમા દિવસે પીએમ ટોની એબટ સાથે વાતચીત કરી અને બન્ને દેશોની વ્યાપક ભાગીદારી પર જોર આપ્યું. બન્ને દેશોએ અસૈન્ય પરમાણુ કરાર અને મુક્ત વ્યાપાર સમજૂતને લાગૂ કરવા પર ભાર આપ્યો. આ સાથે જ બન્ને દેશો વચ્ચે પાંચ મહત્વપૂર્ણ સમજૂતીઓ થઇ. જેમાં સામાજીક સુરક્ષા, કેદીઓની અદલા બદલી, માદક પદાર્થો પર નિયંત્રણ, પર્યટન અને કલા સંસ્કૃતિને વધારો આપવાનું સામેલ છે.

narendra-modi-australia
કૈનબેરામાં વાતચીતમાં બન્ને નેતાઓએ એક સંયુક્ત સંવાદદાતા સંમેલન કર્યું. જેમાં મોદીએ કહ્યું કે બન્ને દેશોમાં ભાગીદારીની અપાર સંભાવના છે. કૃષિ અને પ્રાદ્યોગિકીના ક્ષેત્રમાં બન્ને દેશોમાં સારી સંભાવના છે. પીએમ મોદીએ કહ્યું કે, બન્ને દેશ ન્યૂક્લિયર સમજૂતીને જેમ બને તેમ ઝડપથી અંતિમ ચરણમાં પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. બન્ને દેશોએ એ સુનિશ્ચિત કરવુ જોઇએ કે અંતરિક્ષ ક્ષેત્ર અને સાઇબર સ્પેસ સંપર્ક સાધવા તથા સમૃદ્ધિનું માધ્યમ બને, વિવાદનું નવું ક્ષેત્ર નહીં. તેમણે કહ્યું કે વધુ એક મહત્વપૂર્ણ વાત એ છેકે, બન્ને દેશ સમુદ્રી લૂંટ અને સુરક્ષા સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓના નિરાકરણ સામે સાથે મળીને કામ કરે.

તેમણે કહ્યું કે, મહાસાગર આપણી જીવન રેખાઓ છે, પરંતુ આપણને તેની પહોંચ અને આપણા ક્ષેત્રની સુરક્ષાની ચિંતા પહેલા કરતા વધારે છે. મોદીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા ક્ષેત્ર અને વિશ્વ માટે મહત્વપૂર્ણ અનેક સંસ્થાઓના સભ્ય છે ને બન્ને દેશોના વિભિન્ન વૈશ્વિક મંચો પર એકબીજા સાથે વધુ નીટકનું સમન્વય કરવું જોઇએ. બન્ને દેશોએ વિતેલા સમયમાં એક પ્રકારે ઉધાર લીધેલી સ્થાપત્યકલા પર નિર્ભર રહેવાની જરૂર નથી. તેમજ બન્ને પાસે એવી સુવિધા પણ નથી કે એ નક્કી કરી શકાય કે આપણે કોની સાથે કામ કરવું જોઇએ અને કોની સાથે નહીં.

તેમણે કહ્યું, આપણે એકબીજા અને બીજા લોકો સાથે મળીને કામ કરવાની જરૂર છે, જેથી એક એવો માહોલ અને સંસ્કૃતિ બનાવી શકાય, જે સહ-અસ્તિત્વ તેમજ સહયોગના મુલ્યોને પ્રોત્સાહિત કરતી હો. જે હેઠળ નાના-મોટા તમામ દેશ આંતરરાષ્ટ્રીય નિયમો અને કાયદાઓનું પાલન કરવા માટે બાધ્ય હોય, પછી ભલેને તેમની વચ્ચે ગમે તેટલો કટુ વિવાદ કેમ ના હોય. ભારત અને ઓસ્ટ્રેલિયા એવી અનેક સંસ્થાઓના સભ્યો છે, જે ક્ષેત્ર અને વિશ્વની દ્રષ્ટીએ ઘણા જ મહત્વપૂર્ણ છે. જેમાં ઇસ્ટ એશિયા સમિટ, જી20 અને ઇન્ડિયન ઓશિયન રીજન એસોસિએશનમાં વધુ નજીક સમન્વય કરવા જોઇએ.

બીજી તરફ ઓસ્ટ્રેલિયાના પીએમ ટોની એબટે કહ્યું કે આ બન્ને દેશો વચ્ચે બધુ ઠીક રહ્યું તો અમે ભારતને યુરેનિયમ આપીશું સાથે જ આઘામી વર્ષ સુધીમાં મુક્ત વ્યાપાર સમજૂતી પર કંઇક મજબૂત પગલાની સંભાવના છે. તેમણે કહ્યું કે, ભારતની શક્તિને નકારી શકાય નહીં. ભારત વિશ્વમાં ઉભરી રહેલો સુપરપાવર છે અને લોકતંત્રના મામલામાં ભારત પહેલાથી જ સુપરપાવર બની ચૂક્યું છે.

English summary
India and Australia ink five MoUs during PM Modi's visit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X