અમેરિકા:મિશિગનમાં ભારતીય મૂળના ડૉક્ટરની ગોળી મારીને હત્યા

32 વર્ષીય ભારતીય-અમેરિકન ડોક્ટર રાકેશ કુમાર મિશિગનની એક હોસ્પિટલમાં યૂરોલૉજી વિભાગમાં કામ કરતા હતા.

Subscribe to Oneindia News

અમેરિકા ના મિશિગન રાજ્યમાં ભારતીય મૂળના ડૉક્ટર રાકેશ કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હત્યા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. 32 વર્ષીય ભારતીય-અમેરિકન ડૉક્ટર એક હોસ્પિટલમાં યૂરોલૉજી વિભાગમાં કામ કરતા હતા. તેમને કારની અંદર જ ગોળી મારવામાં આવી હતી.

murder

ગુરૂવારે રાત્રે કારની ડ્રાઇવિંગ સીટ પરથી રાકેશ કુમારનું શબ પોલીસે કબજે કર્યું હતું. શબ મળ્યા બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. ડૉક્ટર રાકેશ કુમારના પરિવારજનોએ કોઇ સાથેની દુશ્મનાવટ કે કોઇ વ્યક્તિ પર શંકા હોવાની વાત નકારી છે.

ગત ગુરૂવારના રોજ રાકેશ હોસ્પિટલ નહોતા પહોંચ્યા અને તેમનો સંપર્ક પણ નહોતો થઇ શક્યો, આથી પોલીસને ડૉક્ટર રાકેશ કુમાર ગુમ થયા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ નોંધાયાના થોડા કલાકો બાદ જ પોલીસને રાકેશનું શબ મળી આવ્યું હતું. અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય મૂળના લોકો પર થતા હુમલાની સંખ્યા વધતી જાય છે.

WHAT OTHERS ARE READING
English summary
indian american doctor shot dead in michigan city 32 year .Read here more.
Please Wait while comments are loading...