For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય મૂળનો વિદ્યાર્થી બન્યો ટોપ અમેરિકન યંગ સાયન્ટિસ્ટ

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 22 ઓક્ટોબર: ભારતીય મૂળના એક અમેરિકન વિદ્યાર્થીએ 'અમેરિકાજ ટોપ યંગ સાયન્ટિસ્ટ' (અમેરિકાના શ્રેષ્ટ યુવા વૈજ્ઞાનિક)નો પુરસ્કાર જીત્યો છે. તેમને આ પુરસ્કાર પર્યાવરણના અનુકુળ ઉપકરણ બનાવવા માટે આપવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ ઉપકરણમાં વીજળી આપૂર્તિ દરમિયાન કાર્બન ફૂટપ્રિંટમાં કપાત કરે છે.

sahil doshi
પીટસબર્ગ રહેવાસી નવમાં ધોરણના વિદ્યાર્થી સાહિલ દોષીને 2014 ડિસ્કવરી એજ્યુકેશન 3 એમ યંગ સાયન્ટિસ્ટ ચેલેન્જના વિજેતા બનવા માટે છેલ્લા રાઉન્ટમાં નવ વિદ્યાર્થીઓ સાથે ટક્કર લેવી પડી હતી. આ પુરસ્કાર તરીકે 25 હજાર ડોલર અને કોસ્ટ રિકા જેવા કોઇ સ્થાનની રોમાંચક યાત્રા કરવા મળે છે.

sahil doshi
ડિસ્કવરી એજ્યુકેશન એન્ડ 3 એમએ એક નિવેદનમાં જણાવ્યું કે સાહિલ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોટોટાઇપ-ધ પોલૂસેલ કાર્બન ડાઇ ઓક્સાઇડને વીજળીમાં પરિવર્તિત કરે છે અને સ્વદેશી રીતે ઘરો અને વિકાસશીલ દેશો માટે વીજળી આપતા કાર્બન ફુટપ્રિંટમાં કપાત કરવામાં મદદગાર થાય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાભરમાં વીજળીની ઊણપ અને ઝેરીલા વાયુ પ્રદુષણથી પીડાતા 1.2 અરબ લોકોની સમસ્યાને સમજતા દોષીએ ઊર્જા સંગ્રહણનું એક એવું ઉપકરણ બનાવવાનો સંકલ્પ કર્યો, જે વીજળીના જરૂરીયાત લોકો માટે વીજળી બનાવવાની સાથે સાથે હાનિકારક ગ્રીનહાઉસ ગેસની માત્રા પણ ઓછી કરી શકે.

sahil doshi
ડિસ્કવરી એજ્યુકેશનના અધ્યક્ષ અને સીઇઓ બિલ ગુડવિને જણાવ્યું, 'અમે 3એમની સાથે સાહિલ અને આ વર્ષે છેલ્લા ચરણ સુધી પહોંચેલા અન્ય સ્પર્ધકોને તેમના સમર્પણ અને નવોન્મેષી વિચાર માટે અભિનંદન આપતા ખુશી વ્યક્ત થઇ રહી છે. મને વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં આ સમાજ પર એક અર્થપૂર્ણ પ્રભાવ પાડશે.'

અન્ય સ્પર્ધકોમાં ત્રીજા નંબર પર વર્જીનિયાના જયકુમાર રહ્યા. તેમણે બાર પર લાગનારા વાયુ શોધન તંત્રનો વિકાસ કર્યો, જે નુકસાનદાયક પ્રદુષકોને ઘરની અંદર આવવાથી રોકે છે.

English summary
An Indian-American student has won 'America's Top Young Scientist' award for his innovative design of an eco-friendly device that seeks to reduce carbon footprint while offering power for household usage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X