For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તહેવાર: કબર ખોદીને કાઢવામાં આવે છે, લાશો...અને પછી...

|
Google Oneindia Gujarati News

દિવાળીના એક દીવસ બાદ એકબીજા પર પથ્થર ફેંકવાના તહેવાર અંગે તો તમે ઘણી વખત સાંભળ્યુ હશે. પરંતુ એક એવો પણ તહેવાર છેકે જેમા દર વર્ષે કબર ખોદીને લાશો કાઢવામાં આવે છે. આ તહેવારમાં લાશોને બહાર કાઢીને સજાવવામાં આવે છે, સારા કપડા પહેરાવીને લાશોને મેકઅપ પણ કરવામાં આવે છે.

ઇન્ડોનેશિયામાં મનાવવામાં આવતા આ તહેવારનું નામ મા નેને ફેસ્ટીવલ છે. આ તહેવારને ટોરાજન જનજાતિના લોકો જ મનાવે છે. આ તહેવારમાં પરિજનો પોતાના મૃત પ્રિયજનોની કબરો ખોદે છે. ત્યારબાદ લાશને સ્નાન કરાવીને કપડા પહેરાવી તેનો સારી રીતે શણગાર કરે છે.

ત્યારબાદ લાશને સામે રાખીને નાચગાન કરવામાં આવે છે. આ પર્વમાં સારૂ ભોજન પણ બનાવવામાં આવે છે. જેને આ લાશોની સામે મૂકીને પ્રસાદની જેમ ગ્રહણ કરવામાં આવે છે. હવે સ્લાઇડરમાં જુઓ આ અજબ ગજબ તહેવારની કેટલીક તસવીરો. આ તસવીરો યુ-ટ્યુબ પરથી લેવામાં આવી છે. સાથે જ આ તહેવાર સાથે જોડાયેલી કેટલીક અજબગજબ વાતો પણ કરવામાં આવી છે.

ટાના ટોરાજાના પર્વતો પર

ટાના ટોરાજાના પર્વતો પર

આ તહેવાર ટાના ટોરાજાના પર્વતો પર ટોરાજન જનજાતિના લોકો મનાવે છે.

મૃતકની આત્માને ખુશી

મૃતકની આત્માને ખુશી

કહેવામાં આવે છેકે આમ કરવાથી મૃતકની આત્માને ખુશી મળે છે.

100 વર્ષથી મનાવવામાં આવે છે

100 વર્ષથી મનાવવામાં આવે છે

આ તહેવાર 100થી વધુ વર્ષથી મનાવવામાં આવે છે. દર વર્ષે કબરમાંથી લાશોને કાઢવામાં આવે છે.

બરપ્પુથી થઇ હતી શરૂઆત

બરપ્પુથી થઇ હતી શરૂઆત

કહેવામાં આવે છેકે આ તહેવારની શરૂઆત બરપ્પુ ગામથી થઇ હતી. જ્યારે લાશના આર્શીવાદ લેવા માટે લાશને બહાર કાઢવામાં આવી હતી.

લાશની સાથે લોકો નાચે છે

લાશની સાથે લોકો નાચે છે

લાશને સજાવ્યા બાદ લાશને સાથે લઇને લોકો નૃત્ય પણ કરે છે.

લાશને પહેરાવેલા કપડા ખુદ પહેરે છે

લાશને પહેરાવેલા કપડા ખુદ પહેરે છે

તહેવારની પ્રથા પૂરી થયા બાદ લાશને પહેરાવેલા કપડા લોકો પહેરે છે.

લાશના કપડા, હાર-શ્રૃંગાર આર્શિવાદ સમાન છે

લાશના કપડા, હાર-શ્રૃંગાર આર્શિવાદ સમાન છે

લોકો માને છે કે પ્રિયજનોની લાશને પહેરાવેલા કપડા અને હાર-શ્રૃંગાર આર્શિવાદ છે.

English summary
Read a brief introduction of Indonesian festival of Cleaning Corpses celebrated by Torajan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X