For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'...તે ઇરાનના રાજકારણ માટે હતી વધુ સુંદર'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઇરાન, 16 ઓગષ્ટ: શું સુંદરતા પણ કોઇ મહિલાનું રિજેક્શનનું કારણ બની શકે છે. શું સુંદરતાને કારણે કોઇ મહિલાને કોઇ પદની દાવેદારીથી દૂર કરી શકાય? જી હા, અને એવું થયું છે ઇરાનમાં સિટી કાઉન્સિલની ચૂંટણી દરમિયાન.

જો કે, ઇરાનમાં અત્યારે પણ મહિલાની સ્થિતી ખુબ સારી નથી. અત્યારે પણ ઇરાનમાં મહિલાઓ પર કેટલીક પાબંધીઓ છે. કૈજવીનના સિટી કાઉન્સિલ ચૂંટણીમાં મહિલા ઉમેદવાર નીના મોરાદીને 10 હજાર વોટ મળ્યા અને તેમને 163 ઉમેદવારોમાંથી 14મું સ્થાન પ્રાપ્ત થયું. તેમછતાં નીનાનું નામ સિટી કાઉન્સિલના પ્રથમ વૈકલ્પિક સભ્યના રૂપમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે ફર્સ્ટ સીટ રિજર્વ હતી. આવી સ્થિતીમાં તે સીટ પર જીત નોંધાવનાર ઉમેદવાર જો પોતાનું નામ પાછું લે છે, તો તેની જગ્યાએ નીનાને સિટી કાઉન્સિલ બનાવવામાં આવી શકે છે.

નીના મોરાદીથી ઉપરના ક્રમમાં હાલના ઉમેદવારને મેયરના રૂપમાં પસંદ કરવામાં આવ્યા, જેના કારણે તેમને પોતાની સીટ છોડી દિધી. પરંતુ તેમછતાં નીનાને સીટ આપવાની મનાઇ કરી દિધી. તેમને ફક્ત ખાલી સીટ માટે એપ્લાય કરતાં અટકાવવામાં આવ્યા, પરંતુ ડિસ્ક્વૉલિફાઇ પણ કરવામાં આવ્યા હતા. કૈજવીનના એક સીનિયર ઓફિસરે નીના મોરાદીને અયોગ્ય ગણાવવાના નિર્ણય અંગે કહ્યું કે 'અમે લોકો એક કેટવૉક મૉડલને કાઉન્સિલ તરીકે ઇચ્છતા નથી.'

nina

નીના મોરાદી આર્કિટેક્ચરમાં ગ્રેજ્યુએટ છે. તેમને પોતાના મિત્રોની મદદથી સિટી કાઉન્સિલ ચુંટણી માટે હાઇ પ્રોફાઇલ ઇલેજ્શન કેમ્પેન ચલાવ્યું હતું. ઇરાનના ઇન્ટરનેશનલ કેમ્પેન ફૉર હ્યુમન રાઇટ્સના અનુસાર ઇસ્લામિક કોડનું પાલન ન કરવાના કારણે તેમને ડિસ્કોવૉલિફાઇ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ નીના મોરાદીએ લોકલ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે 'લગભગ દસ હજાર લોકોએ મને વોટ આપ્યા છે અને તેના આધારે મને સિટી કાઉન્સિલનો પ્રથમ વૈકલ્પિક મેમ્બર હોવું જોઇએ.

નીના મોરાદી સાથે થયેલા અન્યાય બાદ ચોક્ક્સ ઇરાનમાં મહિલાઓનું મનોબળ ભાંગી પડશે. પરંતુ નીના મોરાદીએ કહ્યું હતું કે તેમને હજુ સુધી હાર માની નથી, તે પોતાના હક માટે લડતી રહેશે.

English summary
An electoral candidate who won a place on a city council in Iran has reportedly been barred from taking up the seat because she is too attractive.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X